IPL 2019: હૈદરાબાદમાં વોર્નર અને બેયરસ્ટોનું તોફાન, રેકોર્ડની સર્જી હારમાળા
ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે આરસીબીના બોલરોનો છાતરા કાઢી નાખ્યા હતા. જોની બેયરસ્ટોએ માત્ર 52 બોલમાં પોતાની પ્રથમ આઈપીએલ સદી ફટકારી હતી. બેયરસ્ટોએ 56 બોલમાં 114 રન બનાવ્યા હતા.
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રવિવારે આઈપીએલ સિઝન-12ના 11માં મેચમાં હૈદરાબાદના બંન્ને ઓપનરો જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરે આક્રમક બેટિંગ કરી હતી.
ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે આરસીબીના બોલરોનો છાતરા કાઢી નાખ્યા હતા. જોની બેયરસ્ટોએ માત્ર 52 બોલમાં પોતાની પ્રથમ આઈપીએલ સદી ફટકારી હતી. બેયરસ્ટોએ 56 બોલમાં 114 રન બનાવ્યા હતા.
ત્યારબાદ વોર્નર પણ ક્યાં પાછળ રહેવાનો હતો. બોલ ટેમ્પરિંગને કારણે પ્રતિબંધ બાદ વાપસી કરનાર વોર્નરે 54 બોલમાં પોતાની ચોથી આઈપીએલ સદી ફટકારી દીધી અને વિરાટ કોહલી અને શેન વોટસનના રેકોર્ડની બરોબરી પણ કરી લીધી હતી.
આઈપીએલમાં શેન વોટસન અને વિરાટ કોહલીના નામે ચાર-ચાર સદી છે, તો આ લિસ્ટમાં વેસ્ટઈન્ડિઝનો આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલ સૌથી આગળ છે, જેના નામે 6 આઈપીએલ સદી છે.
જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરે મળીને આઈપીએલ ઈતિહાસમાં ઓપનિંગ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવી દીધો છે. બેયરસ્ટો અને વોર્નરે 185 રનની ભાગીદારી કરી ગૌતમ ગંભીર અને ક્રિસ લિનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.
આ પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સના ગૌતમ ગંભીર અને ક્રિસ લિને 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 184 રનની સૌથી મોટી ભાગીદારી કરી હતી.
આઈપીએલમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી
185- જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર, હૈદરાબાદ વિરુદ્ધ બેંગલુરૂ, 2019
184* ગૌતમ ગંભીર અને ક્રિસ લીન, કોલકત્તા વિરુદ્ધ ગુજરાત, 2017
167 ક્રિસ ગેલ અને તિલકરત્ને દિલશાન, બેંગલુરૂ વિરુદ્ધ પુણે, 2013
163* સચિન તેંડુલકર અને ડ્વેન સ્મિથ, મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન, 2012
આ સિઝનમાં બેયરસ્ટો સદી ફટકારનાર બીજો અને વોર્નર ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સના સંજૂ સૈમસને હૈદરાબાદ વિરુદ્ધ અણનમ 102 રન ફટકાર્યા હતા.
એક ટી20 ઈનિંગમાં ક્યારે-ક્યારે લાગી બે બેટ્સમેનોની સદી
ઓબ્રાયન અને માર્શલ, ગ્લૂસ્ટરશાયર વિરુદ્ધ મિડિલસેક્સ, અક્સબ્રિઝ, 2011
કોહલી અને ડિવિલિયર્સ, બેંગલુરૂ વિરુદ્ધ ગુજરાત, બેંગલુરૂ 2016
એલેક્સ હેલ્સ અને રેલી રોસ્કો રોસૌવ, રંગપુર રાઇડર્સ વિરુદ્ધ ચટગાંવ વાઇકિંગ્સ, 2019
બેયરસ્ટો અને વોર્નર, હૈદરાબાદ વિરુદ્ધ બેંગલુરુ, 2019
બેયરસ્ટો આઉટ થયા બાદ વિજય શંકર (9) પણ 17.3 ઓવરમાં 202 રનના સ્કોર પર બીજા બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. પરંતુ વોર્નરે આક્રમક બેટિંગ કરતા ટીમને બે વિકેટ પર 231 રનના સ્કોર પર પહોંચાડી હતી. વોર્નર 55 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી સદી ફટકારી અણનમ રહ્યો હતો.
આઈપીએલમાં બેંગલુરૂ વિરુદ્ધ કોપીણ ટીમનો આ બીજો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબે ધર્મશાળામાં 2011માં બેંગલુરૂ વિરુદ્ધ બે વિકેટ પર 232 રન બનાવ્યા હતા.
વોર્નરની આઈપીએલમાં આ ચોથી સદી છે. તેણે 55 બોલમાં સદી પૂરી કરી હતી. યૂસુફ પઠાણ 6 રન બનાવી અણનમ રહ્યો હતો.
આઈપીએલમાં આ બીજી ઘટના છે જ્યારે એક ઈનિંગમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી છે. આ પહેલા બેંગલુરૂના વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે 2016માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ સદી ફટકારી હતી. બેંગલોર તરફથી ચહલને એકમાત્ર સફળતા મળી હતી.