ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે જોની બેયરસ્ટો, જેસન રોય બહાર
એશિઝ સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનારા જેસન રોય અને જોની બેયરસ્ટોને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી.
લંડનઃ ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ટીમમાથી બહાર કરી દેવામાં આવ્યો છે, જ્યારે ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ઈજાને કારણે બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે નહીં. વારવિકશરના ઓપનિંગ બેટ્સમેન ડોમિનિક સિબલેને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરવાને કારણે ટીમમાં રાખવામાં આવ્યો છે. આ સિવાય કેન્ટના બેટ્સમેન જોક ક્રાઉલે તથા લંકાશરના સાકિબ મહમૂદ અને મેટ પાર્કિન્સનને પણ ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યું છે.
એશિઝ સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનારા જેસન રોયને પણ 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. સરેના બેટ્સમેન ઓલી પોપની ટીમમાં વાપસી થઈ છે જ્યારે બેયરસ્ટોની ગેરહાજરીમાં જોસ બટલર વિકેટકીપરની ભૂમિકા ભજવશે. પ્રથમ ટેસ્ટ મેચ માઉન્ટ મૌનગાનુઈમાં 21 નવેમ્બરથી શરૂ થશે. આ સિરીઝ નવી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ નથી. ટેસ્ટ સિરીઝ પહેલા પાંચ મેચોની ટી20 સિરીઝ રમાશે, જેમાં ટીમની આગેવાની વિશ્વ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન કરશે.
IND vs SA: ટીમ ઈન્ડિયાને ઝટકો, બુમરાહ ટેસ્ટ સિરીઝમાથી બહાર, ઉમેશ યાદવને મળી તક
ટેસ્ટ ટીમ આ પ્રકારે છેઃ જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જોક ક્રાઉલે, સેમ કુરેન, જો ડેનલી, જેક લીચ, સાકિબ મહમૂદ, મેથ્યૂ પાર્કિસન, ઓલી પોપ, ડોમિનિક સિબલી, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ.
ટી20 ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), જોની બેયરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, પેટ બ્રાઉન, કેમ કરન, ટોમ કરન, જો ડેનલી, લુઈસ ગ્રેગોરી, ક્રિસ જોર્ડન, સાકિબ મહમૂદ, દાવિદ માલન, મેટ પાર્કિસન, આદિલ રાશિદ, જેમ્સ વિન્સ.