નવી દિલ્હીઃ આ વર્ષે આઈપીએલમાં સૌથી વિવાદિત મામલો આર અશ્વિને માંકડિંગ રાજસ્થાનના જોસ બટલરને કર્યો હતો તે હતો. આ મુદ્દે ખુબ ચર્ચા અને ડિબેટ થઈ હતી. વિશ્વ ભરના ખેલાડી અને દિગ્ગજ આ મુદ્દા પર અલગ-અલગ જોવા મળ્યા હતા. એક વાર ફરી રમતના નિયમો અને રમત ભાવના વચ્ચે અંતર પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સવાલ તે પણ ઉઠ્યો કે શું બોલરે બીજા છેડા પર બેટ્સમેનને આ પ્રકારે આઉટ કરવો યોગ્ય છે, તે પણ ચેતવણી આપ્યા વગર. આઉટ થયા બાદ બટલર અશ્વિન સામે ગુસ્સે થયો અને બંન્ને કંઇક બોલતા પણ નજરે પડ્યા હતા. હવે બટલરે જણાવ્યું કે, આખરે બંન્ને વચ્ચે શું વાતચીત થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દા પર વિદેશી અંગ્રેજી અખબાર સાથે વાત કરતા સમયે બટલરે જણાવ્યું કે, આ વિવાદાસ્પદ તકે તેની શું પ્રતિક્રિયા હતી અને તેણે અશ્વિનને શું કહ્યું હતું. બટલરે કહ્યું કે, તે આ ઘટનાને પાછળ છોડીને આગળ વધી ગયો છે. તે મેચમાં 184 રનનો પીછો કરતા રાજસ્થાનની ટીમે 13મી ઓવરમાં 108 રન બનાવી લીધા હતા. ક્રીઝ પર જોસ બટલરની સાથે સંજૂ સૈમસન હાજર હતો. ત્યારે આ ઘટના બની હતી. 


IPL: અશ્વિનના માંકડિંગે વોર્નરને ડરાવ્યો, મેચ દરમિયાન રહ્યો સાવધાન


આ કહ્યું હતું બટલરે અશ્વિનને
તેના અને અશ્વિન વિશે વાતચીત વિશે બટલરે જણાવ્યું, 'મેં અશ્વિનને માત્ર તે પૂછ્યું કે શું તે ખરેખર આ પ્રકારે રમવા ઈચ્છે છે.' શું તેને લાગે ચે કે તે યોગ્ય છે. સામાન્ય રીતે મારા વિચારમાં, તેણે વિચાર્યું હશે કે તે યોગ્ય કરી રહ્યો છે. બટલરની વિકેટ બાદ રાજસ્થાનની ટીમનો ધબડકો થયો હતો અને તે મેચ હારી ગઈ હતી.