કાઇરોઃ ભારતીય મહિલા સ્ક્વોશ ખેલાડી જોશના ચિનપ્પાએ બુધવારે અહીં બ્લૈક બોલ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટના અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો વર્લ્ડ નંબર-5 જોલી કિંગ સામે થશે. ચિનપ્પાએ પ્રી-ક્વાર્ટર  ફાઇનલમાં વર્લ્ડ નંબર-6 અને ટૂર્નામેન્ટમાં છઠ્ઠી વરિયતા પ્રાપ્ત સારાહ જેન પેરીને 1-4, 6-11, 14-12, 11-9થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોશનાએ પ્રથમ રાઉન્ડમાં આઠ વખતની વર્લ્ડ ઓપન ચેમ્પિયન મલેશિયાની નિકોલ ડેવિડને 11-8, 11-6, 12-10થી પરાજય આપ્યો હતો. પીએસએ વર્લ્ડ ટૂર ગોલ્ડ ઈવેન્ટમાં રમી રહેલી ચિનપ્પાએ કરિયરમાં ત્રીજીવાર નિકોલને હરાવી હતી. ચિનપ્પા એશિયન ગેમ્સમાં પણ નિકોલને હરાવી ચુકી છે. નિકોલે એશિયન ગેમ્સમાં 7, કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર