નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ખેલાડી જેપી ડ્યૂમિનીએ ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ બાદ વનડે ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી દીધી છે. આઈસીસી વેબસાઇટના એક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2017માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચુકેલો ડ્યૂમિની ટીમ માટે ટી20 ક્રિકેટ રમવાનું ચાલું રાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્યૂમિનીએ કહ્યું, છેલ્લા કેટલાક મહિનામાં મને મારા કરિયર પર ફરીથી અંદાજ કાઢવાનો અને ભવિષ્યમાં કેટલાક લક્ષ્યોને પૂરા કરવાની તક મળી. હું દક્ષિણ આફ્રિકા માટે ટી20 ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહીશ, પરંતુ હું મારા પરિવારની સાથે સમય પસાર કરવા ઈચ્છું છું જે મારી પ્રાથમિકતા છે. 


ઈંગ્લેન્ડમાં યોજાનારો વિશ્વકપ ડ્યૂમિની માટે ત્રીજો વિશ્વકપ હશે. તે આ પહેલા 2011 અને 2015નો વિશ્વકપ રમી ચુક્યો છે. તેણે આફ્રિકા માટે અત્યાર સુધી 193 વનડે મેચ રમી છે, જેમાં 37.39ની એવરેજથી 5047 રન બનાવ્યા છે. તેણે 68 વિકેટ પણ ઝડપી છે. 


વિશ્વકપ દરમિયાન થશે શમીના કેસની સુનાવણી, 22 જૂને નહીં રમે મહત્વની મેચ

તેણે કહ્યું, હું ભાગ્યશાળી છું કે, મને તે રમત રમવાની તક મળી જેને હું ઘણો પ્રેમ કરુ છું. મારા સાથી ખેલાડીઓ, કોચ, ચાહકો, મિત્રો અને પરિવાર પાસેથી મળેલા સમર્થન માટે હું હંમેશા તેનો આભારી રહીશ. દક્ષિણ આફ્રિકા શનિવારે ન્યૂલેન્ડ્સમાં શ્રીલંકાની સાથે પાંચો વનડે મેચ રમશે, જે ડ્યૂમિનીનો દક્ષિણ આફ્રિકામાં અંતિમ વનડે મેચ હશે.