સાઉ પોઉલોઃ બ્રાઝીલિયન ફરિયાદીએ સ્ટાર ફુટબોલ ખેલાડી નેમાર વિરુદ્ધ લગાવેલા બળાત્કારના આરોપોને પરત લેવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, વકીલ તે વાત સાબિત ન કરી શક્યો કે, તે યૌન પ્રક્રિયામાં બળજબરી કે હિંસા થઈ હતી. પરંતુ આ સહમતિથી બનાવેલા સંબંધોનો મામલો લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રાઝીલના સ્ટાર ફુટબોલ ખેલાડી નેમાર પર તેના દેશની એક મહિલા મોડલ નાજિલા ત્રિનિદાદેએ પેરિસની હોલટના રૂમમાં બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. 27 વર્ષીય નેમારે કહ્યું હતું કે જે કંઇ થયું હતું તે સામાન્ય સહમતિથી થયું હતું. 


આ મામલો વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. મોડલે કહ્યું હતું કે નેમાર અને તે સોશિયલ મીડિયા પર મળ્યા હતા. એક વકીલ ઇસ્તેફાનિયા પાઉલિને સંવાદદાતાઓને કહ્યું કે, 'આ પ્રેમસંબંધી મામલો છે. જે સાબિત ન થઈ શક્યું કે યૌન પ્રક્રિયા દરમિયાન હિંસા થઈ હતી.'

IND vs WI: ભારત સામે ટેસ્ટ સિરીઝ માટે વિન્ડીઝ ટીમ જાહેર, ગેલ બહાર