લિસ્બનઃ સ્કોટલેન્ડ અને પોલેન્ડ વિરુદ્ધ રમાનારા બે આંતરરાષ્ટ્રીય મેચ માટે પોર્ટુગલ ટીમે પોતાના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સામેલ કર્યો નથી. રિયલ મેડ્રિડના પૂર્વ ખેલાડીને સપ્ટેમ્બરમાં પણ આંતરરાષ્ટ્રીય મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો. આ વિશે પોર્ટુગલના કોચ ફર્નાંદો સાંતોસે કહ્યું, ભવિશ્યમાં કોઈપણ રોનાલ્ડોને રાષ્ટ્રીય ટીમમાં યોગદાન આપવાથી રોકી શકતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્ટેમ્બરમાં ક્રોએશિયા અને ઈટલી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મેચો માટે રોનાલ્ડોને ટીમમાં સામેલ ન કરવા પર સાંતોસે કહ્યું હતું કે, રિયલથી યુવેન્ટ્સ જવાને કારણે રોનાલ્ડોને થોડો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રોનાલ્ડો એક બળાત્કારના મામલાને કારણે વિવાદોથી ઘેરાયેલો છે. તેવામાં સ્કોટલેન્ડ અને પોલેન્ડ વિરુદ્ધ મેચોમાં તેને રાષ્ટ્રીય ટીમમાં સામેલ ન કરવાની વાતે વિવાદને વધુ હવા આપી છે. 


આરોપો નકાર્યા
આ દિવસોમાં આરોપોમાં ઘેરાયેલા સ્ટાર ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ આરોપોને નકાર્યા છે. બુધવારે રોનાલ્ડોએ આરોપો પર સફાઇ આપતા બે ટ્વીટ કર્યાં. તેણે લખ્યું, મારા ઉપર લાગેલા બળાત્કારના આરોપોને દ્રઢતાથી નકારું છું. રેપ એક ઘૃણાસ્પદ ગુનો છે અને તેનું સમાજમાં કોઈ સ્થાન નથી. હું પણ તે વાતમાં વિશ્વાસ રાખું છું અને હું આ આરોપોમાંથી મારૂ નામ હટાવવા ઉત્સુક છું. મીડિયામાં મને લઈને જે પણ વાત સામે આવી રહી છે તે કેટલાક લોકો મારા નામનો સહારો લઈને પોતાને પ્રમોટ કરવાના ઈરાદાથી કરી રહ્યાં છે. અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તપાસમાં સત્ય સામે આવી જશે અને હું નિર્દોષ સાહિત થઈશ. હું દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છું. 




પત્રિકા વિરુદ્ધ કરશે કેસ
આ પહેલા રોનાલ્ડોએ આરોપો સામે આવ્યા બાદ ઇંસ્ટાગ્રામ પર સફાઇ આપી હતી. ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં તેણે કહ્યું, તે મારા નામનો ઉપયોગ સ્વયંના પ્રચાર માટે કરવા ઈચ્છે છે. આ પહેલા રોનાલ્ડોના વકીલે કહ્યું કે, તે જર્મનીના ડેર સ્પીગલ પત્રિકા પર કેસ કરશે, જેણે મૂળ રૂપથી આરોપોની જાણકારી આપી હતી. પત્રિકામાં લખવામાં આવ્યું કે, કૈથરીન મેયોર્ગાએ દાવો કર્યો કે 33 વર્ષના ખેલાડી રોનાલ્ડોએ લાસ વેગાસની એક હોટલના રૂમમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. 


શું છે મામલો
મેગેઝિને કૈથરીન મેયોર્ગોના હવાલાથી આ દાવો કર્યો હતો. મેયોર્ગાએ કહ્યું, રોનાલ્ડો 2009માં લાસ વેગાસની એક હોટલના બાથરૂપમાં બળજબરીથી ઘુસી ગયો. પછી મને ખેંચીને બેડરૂમમાં લઈ ગયો અને બળાત્કાર કર્યો હતો. મેયોર્ગાએ આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો રિપોર્ટ દાખલ કરાવ્યો હતો.