ચેન્નઈઃ તમિલનાડુના પરૂંતીમાં ચાલી રહેલ એક કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં લાઇવ મેચ દરમિયાન કબડ્ડી પ્લેયરનું મોત થઈ ગયું, આ ત્યારે બન્યું જ્યારે તે મેચ રમી રહ્યો હતો અને વિરોધી ટીમના ખેલાડીઓથી ખુદને બચવવાના પ્રયાસમાં હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે આ ઘટના 24 જુલાઈ (રવિવાર) ની છે. જે યુવકનું મોત થયું છે તે 22 વર્ષનો વિમલરાજ છે, જે સાલેમ જિલ્લાની ખાનગી કોલેજનો વિદ્યાર્થી છે. મેચ દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર વિમલરાજ કુડ્ડુલોર જિલ્લાનો રહેવાસી હતી. તે આ ટૂર્નામેન્ટમાં મુરાટ્ટુ કાલાઈ ટીમ તરફથી રમી રહ્યો હતો, જ્યાં જિલ્લા લેવલની ટીમોનો મુકાબલો ચાલી રહ્યો હતો. 


ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં વિમલરાજ રેડ કરવા વિરોધી ટીમની મેટમાં જાય છે. જ્યારે વિરોધી ટીમના ખેલાડી  તેના પર હુમલો કરે છે, તે ખુદને બચાવવાનો પ્રયાસ કરે છે. એટલામાં તેને પકડી લેવામાં આવે છે અને એક પ્લેયરનો ગોઠણ તેની છાતી પર આવે છે. 


આ પણ વાંચોઃ T20 World Cup 2022 ના ફાઇનલમાં પહોંચશે આ બે ટીમો, રિકી પોન્ટિંગે કરી દીધી ભવિષ્યવાણી  


જાણકારી પ્રમાણે આ દરમિયાન વિમલરાજને હાર્ટ એટેક આવ્યો હતો. કારણ કે ત્યારબાદ તેને ઉઠવામાં મુશ્કેલી આવી રહી હતી અને તત્કાલ બધા ખેલાડી અને આસપાસમાં હાજર લોકો તેને ઉઠાવવા માટે આવ્યા. ઘટના બાદ તત્કાલ વિમલરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરે વિમલરાજને મૃત જાહેર કરી દીધો હતો. પોલીસે આ મામલામાં કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube