ઓસ્ટ્રેલિયાનો આ ફાસ્ટ બોલર થયો ઈજાગ્રસ્ત, ભારત વિરુદ્ધ સિરીઝમાંથી બહાર
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર કેન રિચર્ડસન ભઆરત વિરુદ્ધ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસન ભારત વિરુદ્ઘ સિરીઝથી બહાર થઈ ગયો છે. રિચર્ડસનને સાઇડ ઇંજરીને કારણે ટી20 અને વનડે સિરીઝથી બહાર થઈ ગયો છે. રિચર્ડસનને આ ઈજા ત્યારે પહોંચી જ્યારે તે પ્રથમ ટી20 મેચ પહેલા નેટ પર બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાં રિચર્ડસનનું સ્થાન હવે એંડ્રયૂ ટાઈ હશે.
રિચર્ડસન સિરીઝમાંથી બહાર
ઓસ્ટ્રેલિયન ટીમના ફીઝિયો પ્રમાણે કેનને સાઇડમાં ઈજા થઈ છે અને તેને સ્વસ્થ થવામાં થોડા સપ્તાહનો સમય લાગશે. મહત્વનું છે કે, કેન રિચર્ડસનને ભારતના પ્રવાસ માટે ટીમમાં જગ્યા બીબીએલમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે મળી હતી. કેન બીબીએલના લીડિંગ વિકેટટેકર રહ્યો હતો. ભારત વિરુદ્ધ સિરીઝમાં કેન ઈજાગ્રસ્ત થવાની ઓસ્ટ્રેલિયા માટે મોટો ઝટકો છે. આ પ્રવાસમાં પહેલા મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ પહેલા જ ટીમનો ભાગ નથી.
ICCની બેઠકમાં BCCIએ ટીમ ઈન્ડિયાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, મળ્યું આશ્વાસન
ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો
ભારત વિરુદ્ધ ટી20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ જ્યાં સુધી ભારત વિરુદ્ધ ટી20 સિરીઝ જીતી નથી. તેવામાં તે એક ટી20 સિરીઝ જીતવાની નજીક છે અને રિચર્ડસનની ઈજા તેના માટે મોટો ઝટકો છે.