કોલંબોઃ શ્રીલંકાએ બે દિવસ પહેલા ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ મેચમાં છ વિકેટથી પરાજય આપ્યો હતો. ટીમ આ જીતની ખુશી મનાવી રહી હતી તો તેને એક જોરદાર ઝટકો લાગ્યો છે. તેના સ્પિન બોલર અકિલા ધનંજય પર શંકાસ્પદ બોલિંગ એક્શનનો આરોપ લાગ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પર પણ આવો આરોપ લાગ્યો છે. બંન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગુરૂવારથી રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 વર્ષીય અકિલા ધનંજય અત્યાર સુધી કુલ 6 ટેસ્ટ, 36 વનડે અને 169 ટી20 મેચ રમ્યો છે. તેણે આ ત્રણેય ફોર્મેટમાં ક્રમશઃ 29, 37 અને 6 વિકેટ ઝડપી છે. કેન વિલિયમસન પાર્ટ ટાઇમ બોલર છે. તેણે અત્યાર સુધી 73 ટેસ્ટ, 149 વનડે અને 57 ટી20 મેચ રમી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં ક્રમશઃ 29, 37 અને 6 વિકેટ ઝડપી છે. 


આઈસીસી અનુસાર, મેચ ઓફિસરોએ બંન્ને ટીમોનો રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં બે બોલરો (અકિલા ધનંજય અને કેન વિલિયમસન)ની એક્શન પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. અકિલા ધનંજયે છેલ્લી મેચમાં શ્રીલંકાને મળેલી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. કેન વિલિયમસને મેચમાં માત્ર ત્રણ ઓવર બોલિંગ કરી હતી. 


કેન વિલિયમસન અને અકિલા ધનંજયે 14 દિવસની અંદર ટેસ્ટ આપવી પડશે. ત્યાં સુધી બંન્ને ખેલાડી બોલિંગ કરી શકે છે. બંન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગુરૂવારથી અહીં રમાશે. 


અકિલા ધનંજય પર એક વર્ષમાં બીજીવાર શંકાસ્પદ બોલિંગ એક્શનનો આરોપ લાગ્યો છે. તેને આ આરોપ બાદ ડિસેમ્બર 2018મા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે વાપસી કરી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર