લંડનઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે, તેની ટીમ રવિવારે લોર્ડ્સ મેદાન પર રમાનારી વિશ્વ કપ ફાઇનલમાં પ્રબળ દાવેદાર ઈંગ્લેન્ડ સામે ટકરાવા તૈયાર છે. બ્રિટિશ મીડિયા સતત તેના ફાઇનલમાં 'અન્ડરડોગ' હોવા સંબંધિત સવાલ પૂછી રહ્યું છે. વિલિયમસને ફાઇનલ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું, 'ઘણી તકે લોકો કહી રહ્યાં છે કે કઈ ટીમ સારી છે અને મને લાગે છે કે ઈંગ્લેન્ડ પ્રબળ દાવેદાર હોવાની હકદાર છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે હસ્તા હસ્તા કહ્યું, '... પરંતુ અમે ગમે તે ડોગ' હોઈએ, સૌથી મહત્વનું છે કે અમારૂ ધ્યાન ક્રિકેટ પર રહે કે અમારે કઈ રીતે રમવાનું છે. અમે છેલ્લા વર્ષોમાં જોયું છે કે કોઈપણ ટીમ ગમે તે ટીમને હરાવી શકે છે, ભલે 'ડોગ'ની પ્રજાતિ કોઈપણ હોય.


વિલિયમસને કહ્યું, 'અમે ફાઇનલ માટે તૈયાર છીએ, ભલે પરિણામ ગમે તે હોય. તેણે કહ્યું, મેચ દરમિયાન તમારે અલગ-અલગ વસ્તુનો સામનો કરવાનો હોય છે, મે દરમિયાન ઘણા પ્રકારનો દબાવ હોય છે અને અમે અમારે તેને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઈએ. 

World Cup 2019 NZvsENG: લોર્ડ્સમાં આજે ઐતિહાસિક ફાઇનલ, ક્રિકેટને મળશે નવો વિશ્વ ચેમ્પિયન


જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેને જીતવાનું પસંદ છે કે તેને હારવાનું નાપસંદ છે તો વિલિયમસને હસ્તા હસ્તા કહ્યું, 'મને હારવાથી વધુ જીતવાનું પસંદ છે. હું તેને આ રીતે કહેવા ઈચ્છીશ.'