કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક, દિલ્હીની હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી (angioplasty) કરવામાં આવી છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સ્તિર જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની કેપ્ટનસીમાં ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પહેલો વર્લ્ડ કપ જીતિયો હતો.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી (angioplasty) કરવામાં આવી છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સ્તિર જણાવવામાં આવી રહ્યું છે અને તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની કેપ્ટનસીમાં ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પહેલો વર્લ્ડ કપ જીતિયો હતો.
આ પણ વાંચો:- RRvsSRH: રાજસ્થાનનો 8 વિકેટે પરાજય, શંકર-પાંડેએ હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત રાખી
જેવી કપિલ દેવ અંગે આ સમાચાર સામે આવ્યા, સોશિયલ મીડિયા પર તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ભારતને પોતાની કેપ્ટનસીમાં પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવની ગણતરી વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરોમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો:- ENGvsSA: આગામી મહિને વનડે-ટી20 સિરીઝ રમવા આફ્રિકા જશે ઈંગ્લેન્ડ, જુઓ કાર્યક્રમ
કપિલ દેવે તેમના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન્ડે મેચ રમ્યા. તેમના નામ ટેસ્ટમાં 2548 રન અને 434 વિકેટ નોંધાયેલી છે. વન ડે ઇન્ટરનેશનલ કરિયરમાં તેમણે 3783 ન બનાવવાની સાથે 253 વિકેટ નોંધાયેલી છે. તેમણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટઇન્ડિઝ સામે ફરિદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube