કપિલ દેવ બનશે હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રથમ ચાન્સેલર
કપિલ દેવને હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ચાન્સેલરનું પદ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી આ પ્રકારનું પદ માત્ર રાજ્યપાલને મળતું હતું.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવની (kapil dev) હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના (Haryana Sports University) પ્રથમ કુલાધીપતિ (ચાન્સેલર) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ વાતની જાહેરાત હરિયાણા સરકારના ખેલ પ્રધાન અનિલ વિજે (Anli vij) કરી છે. ખેલ પ્રધાન વિજે આ વિશે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે કપિલ દેવ હરિયાણા ખેલ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલાધિપતી હશે.
વર્ષ 1983મા ભારતીય ટીમને વિશ્વ કપ અપાવનાર કેપ્ટન કપિલ દેવના નામ પર પહેલા પણ ચર્ચા થઈ ચુકી હશે કે તે આ યુનિવર્સિટીના પ્રથમ ચાન્સેલર બનશે. હવે ખેલ પ્રધાને તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે હરિયાણાની રાજધાની ચંદીગડમાં જન્મેલા કપિલ દેવને હરિયાણા હરિકેનના નામથી પણ ઓળખવામાં આવે છે.
U19 Asia Cup: રોમાંચક મેચમાં ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવ્યું, સાતમી વખત બન્યું ચેમ્પિયન
પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે ભારતીય ટીમ માટે 131 ટેસ્ટ અને 225 વનડે રમી છે. ટેસ્ટ મેચોમાં કપિલ દેવે 5248 રન અને વનડેમાં 3783 રન બનાવ્યા છે. તો ટેસ્ટ ક્રિકેટમાં કપિલ દેવના નામે 434 વિકેટ અને વનડે ક્રિકેટમાં 253 વિકેટ છે.