ખોડા દેસાઈ, અમદાવાદઃ હરિયાણા હેરિકેનનાં ઉપનામથી જાણીતા ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન અને દુનિયાના બેસ્ટ ઓલરાઉંડર્સમાં સામેલ કપિલ દેવનો આજે 62મો જન્મ દિવસ છે. 6 જાન્યુઆરી 1959ના રોજ ચંડીગઢમાં અગ્રણી લાકડાનાં વેપારી રામ લાલ નિખંજ અને તેમની પત્ની રાજ કુમારી નિખંજને ત્યાં કપિલ દેવનો જન્મ થયો હતો. એ દૌરમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કપિલ દેવ સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ક્રિકેટર ગણાતા હતાં. કપરા સમયમાં સારું પર્ફોમન્સ કરીને કપિલ દેવે સકંટ મોચક બનીને ઘણીવાર ટીમ ઈન્ડિયાની ડૂબતી નૈયા પાર લગાવી છે. ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ કહેવાતા સુનીલ ગાવાસ્કર અને ક્રિકેટની દુનિયાના ભગવાન ગણાતા સચિન તેંડુલકર બન્ને સાથે કપિલ દેવ ક્રિકેટ રમ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


"83" ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં દેખાશે રણવીરસિંહ
હાલમાં રણવીરસિંહ ના અભિનય માં કપિલ દેવના જીવન પર  "83" ફિલ્મ પણ બની રહી છે. ફિલ્મમાં હરિયાણાનો એક સામાન્ય પરિવાર નો  છોકરો થી વર્લ્ડકપ જીતાડવાની સ્ટોરી દર્શાવામાં આવશે. હાલ માં કપિલ દેવ હાર્ટ એટેક આવ્યો હતો. થોડી દિવસ હોસ્પિટલ માં રહ્યા પછી તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.


કપિલ દેવની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત
કપિલ દેવે નવેમ્બર 1975થી હરિયાણા તરફથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી.  કપિલ દેવએ તે સિઝનમાં 30 મેચોમાં 121 વિકેટ લીધી હતી. ત્યાર પછી કપિલ દેવ એક પછી એક સફળતાના પગથિયાં ચડવા લાગ્યો. ઈરાની ટ્રોફી, દિલીપ ટ્રોફી અને વિલ્સ ટ્રોફી માટેની મેચમાં તેની પસંદગી થઈ. તેમણે 1978માં પાકિસ્તાન સામે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ ની શરૂઆત કરી.



ભારતીય ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર 
કપિલ દેવ એક માત્ર ભારતીય ફાસ્ટ બોલર છે કે જેણે ટેસ્ટ મેચમાં 434 વિકેટ હાંસલ કરી છે. ભારતના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં કપિલ દેવનું સ્થાન ટોચ પર છે. કપિલ દેવએ 687 વિકેટ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપી છે. આક્રમક અંદાજથી બેટિંગ કરી ને કુલ 9037 વધુ રન બનાવ્યા છે.ભારતીય ટર્નિંગ ટ્રેક પર પોતાની સ્વિંગ બોલિંગથી કપિલ દેવ વિકેટ પ્રાપ્ત કરતો હતો.



કપિલ દેવ બન્યા 1983નાં વર્લ્ડ કપનાં હીરો
સતત  બે વખત વિશ્વ વિજેતા બનનાર વેસ્ટ ઇન્ડીઝ ને હરાવવું તે ચમત્કાર જ હતો અને તે ચમત્કાર કપિલ દેવ અને તેની ટીમે હાંસલ કર્યો હતો. વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે ભારતની 17 રન પર 5 વિકેટ ગુમાવી હતી ત્યાર પછી કપિલ દેવની અણનમ 175 રનની  ઇનિંગ ભારતીય ક્રિકેટના ચાહકો  ક્યારે પણ ભૂલી નહીં શકે. વર્લ્ડ કપ ફાઈનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે  વિવિયન રિચડ્સનો લાજવાબ કેચ વર્લ્ડ કપ જીત માટે મોટો ટર્નીગ પોઇન્ટ સાબિત થયો હતો.



કપિલનો અનોખો રેકોર્ડ
વનડે ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી પહેલાં 200 વિકેટ લેવાનો રેકોર્ડ કપિલ દેવના નામે નોંધાયો છે. જયારે કે એકમાત્ર એવો ટેસ્ટ ખેલાડી છે જેણા ખાતામાં 400 વિકેટથી વધુ અને 5000થી વધુ રન નોંધાયા છે. ચાલો આજે અમે તમને કપિલદેવના એ ચાર સિક્સર વિશે બતાવીએ છે જે ઈતિહાસના પાન પર નોંધાયેલ છે.


દિલીપને કેમ બનવું પડ્યું રહમાન? 2 ઓસ્કાર , 6 નેશનલ એવોર્ડ વિજેતા ભારતના એકમાત્ર સંગીતકારની કહાની



જ્યારે કપિલ દેવે ફટકારી હતી સતત ચાર સિક્સર
1990માં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી અને લંડનના લોર્ડ્સના મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો અને ઇંગ્લેન્ડે ઇનિંગ્સને ચાર વિકેટે 653 રનમાં ડિકલેર કરી હતી. કેપ્ટન ગ્રેહામ ગુઝે 333, એલન લેમ્બે 139 અને રોબિન સ્મિથે અણનમ 100 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ તરફથી રવિ શાસ્ત્રી અને કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સદી મારી હતી, જ્યારે કે કપિલ દેવ 77 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ભારતે 9 વિકેટ ગુમાવી દીધી હતી અને તેને ફોલોઓન ટાળવા માટે 24 રનની જરૂર હતી. કપિલ દેવ સ્ટ્રાઈક પર હતા અને સતત ચાર સિક્સર ફટકારીને ભારતને ફોલોઓનથી બચાવી લીધું. જો કે તે મેચમાં ભારતને 247 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.



ભારત તરફથી કપિલ દેવને મળેલ સન્માન
કપિલ દેવને  અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, વિસદેન ક્રિકેટ ઓફ થી યર જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત થાય છે. સચિન તેંડુલકર અને સુનિલ ગાવાશકર પછી 2002 માં ક્રિકેટર ઓફ ધ સેન્ચુરી  તરીકેનો ખિતાબ પ્રાપ્ત કરનારા કપિલ દેવ ત્રીજા ભારતીય બન્યા.


ક્રિકેટમાં  સંન્યાસ પછી પણ તેમનો ફાળો
1994  ક્રિકેટમાં સંન્યાસ પછી ભારતીય ટીમના કોચ બન્યા. 2008 માં તેમને ભારતીય સેનામાં લેફટનેટ કર્નલ તરીકે નિયુક્ત થયા. તેમને ઇકબાલ અને ચેન કુલી કી મેન કુલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube