heart attack during a live match : છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય ક્રિકેટ જગતમાં મેચ દરમિયાન કે પછી ઘણા ખેલાડીઓના મોતની ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જ, થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર સુહૈબ યાસીનનું નિધન થયું હતું. હવે ટૂર્નામેન્ટ દરમિયાન કર્ણાટકના એક ક્રિકેટરનું મોત થયું છે. તે ખેલાડીનું નામ હોયસલા કે.  છે. મળતી માહિતી મુજબ, કર્ણાટકના આ ક્રિકેટરનું તમિલનાડુ સામેની મેચ બાદ મોત થયું હતું. તે બેંગલુરુમાં આયોજિત એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાતીમાં દુખાવો થયો અને બેહોશ થઈ ગયા
કર્ણાટક તરફથી રમતા કે. હોયસાલાનું તાજેતરમાં એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટ દરમિયાન હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. તેઓ 34 વર્ષના હતા. બેંગલુરુના RSI ક્રિકેટ ગ્રાઉન્ડ પર તમિલનાડુ સામે કર્ણાટકની મેચ બાદ આ ઘટના બની હતી. કર્ણાટકની જીતની ઉજવણી કર્યા પછી હોયસલાને છાતીમાં દુખાવો થયો અને તેઓ બેહોશ થઈ ગયા હતા. ક્રિકેટરને આ ઉજવણી ભારે પડી હતી. હોયસલા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો અને તે સારો બોલર પણ હતો. 



કર્ણાટક પ્રીમિયર લીગમાં બની ઘટના
જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમને એમ્બ્યુલન્સ દ્વારા બેંગલુરુની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. હૃદયદ્રાવક ઘટના 22 ફેબ્રુઆરીએ બની હતી, પરંતુ તેની માહિતી 23 ફેબ્રુઆરીની સાંજે પ્રકાશમાં આવી હતી. હોયસલાએ અંડર-25 કેટેગરીમાં કર્ણાટક ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે કર્ણાટક પ્રીમિયર લીગનો પણ ભાગ હતો.


ક્રિકેટરના મોતથી ક્રિકેટરમાં ફફડાટ
હોસ્પિટલના ડીન ડો. મનોજ કુમારે કહ્યું કે જ્યારે ખેલાડીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ બધુ જ સામે આવશે. ડોક્ટરે જણાવ્યું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે અને અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ સમાચારથી ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર સાથે છે. ક્રિકેટરના એકાએક મોતથી ક્રિકેટરમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. 


કેવી રીતે થયું ક્રિકેટરનું મોત?
આ ક્રિકેટરની વાત કરીએ તો તે બેંગલુરુમાં તમિલનાડુ સામેની મેચ બાદ ટીમ સાથે મીટિંગ કરી રહ્યો હતો. આ પછી, તે રાત્રિભોજન કરવા જતો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો થયો અને તે બેભાન થઈ ગયો. આ પછી તેને એમ્બ્યુલન્સ દ્વારા બેંગલુરુની બોરિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.