Sports News : ગાંધીધામમાં કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન (કેડીબીએ) દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ-૨૦૨૪ ના છેલ્લા દિવસે કેડીબીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે ચેમ્પિયનશિપની ફાઈનલ મેચો રમાઈ હતી. કેડીબીએના વિમલ ગુજરાલ, ડો. હેમાંગ પટેલ, કમલેશ જૈન, મુરલી ગાલાણી, અશોક રાજદે, દીપક જોષી, વિકાસ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આજની ફાઈનલ મેચોમાં ખેલાડીઓએ કરેલા ઉત્તમ પ્રદર્શનને ઉપસ્થિત મહેમાનો અને રમત પ્રેમીઓએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે ઉપસ્થિત મેચ રેફરી તેહમસ સુરતી, ડે. રેફરી પી. સત્યનારાયણનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રમતમાં ખેલાડીનું ભાગ લેવું મહત્વનું છે, હાર કે જીત નહીં. વર્તમાન સમયમાં ખેલકૂદનું મહત્વ વધી રહ્યું છે, અં.૧૭ કેટેગરીની ફાઈનલ મેચોમાં મિક્સ્ડ ડબલ્સમાં મોહમ્મદ મીર અને તનિષ્કા નાયરની જોડીએ ઉર્વ પટેલ અને સ્વરા રાયગાંધીની જોડીને પરાજીત કરી હતી. ગર્લ્સ ડબલ્સ ઈવેન્ટમાં પ્રિયાંક રાઠોડ અને સ્વરા રાયગાંધીની જોડીએ કાવ્યા મારવાનિયા અને પંક્તિ મારવાનિયાને મ્હાત આપી હતી.


મોહમ્મદ મીર અને ઉર્વ પટેલની જોડીએ ભાષ્ય પાઠક અને તનિષ્ક ચોક્સીની જોડીને પરાજીત કરી હતી. બોયઝ ડબલ્સમાં ચેમ્પિયન થયા હતા. ગર્લ્સ સિંગલ્સમાં અયાતી દુબે એ અન્વી પટેલને હરાવી ટાઇટલ જીત્યું હતું. તનિષ ચોક્સી એ બોયઝ સિંગલ્સનું ટાઇટલ જીતવા પાર્થ પુરીને પરાજીત કર્યો હતો. ટુર્નામેન્ટના સંયોજક સુનિલ પાહુજા રહ્યા હતા. સંચાલન મુરલી ગાલાણીએ કર્યું હતું.