મોહાલીઃ વિશ્વકપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર ઓલરાઉન્ડર કેદાર જાધવ રવિવારે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમાયેલી ઈન્ડિયન પ્રીમિય લીગની મેચમાં ફીલ્ડિંગ કરતા સમયે તેને ઈજા થઈ હતી. ચેન્નઈના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, પ્લેઓફમાં તેની રમવાની સંભાવના ઓછી છે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ફ્લેમિંગને જ્યારે જાધવ વિશે પૂછવામાં આવ્યું તો કહ્યુ, તેનો એક્સ-રે અને સ્કેન લાગે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લેમિંગે આગળ કહ્યું, અમે તેના માટે સકારાત્મક વિચારી રહ્યાં છીએ પરંતુ મને નથી લાગતું કે અમે તેને ફરી આ સિઝનમાં રમતો જોઈ શકીશું. તેની સ્થિતિ વિશે આવતીકાલે ખ્યાલ આવશે. આશા છે કે વધુ ગંભીર મામલો નહીં હોય પરંતુ યોગ્ય લાગી રહ્યું નથી. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે આઈપીએલના બાકીના મેચમાં રમી શકશે નહીં. કારણ કે બીસીસીઆઈનો સ્પષ્ટ નિર્દેશ છે કે વિશ્વ કપમાં પસંદ કરાયેલા ખેલાડીઓની ઈજાને ગંભીરતાથી લેવામાં આવે. 


વિશ્વ કપમાં ભારતનું અભિયાન શરૂ થવામાં એક મહિનાનો સમય બાકી છે અને બીસીસીઆઈ મહારાષ્ટ્રના આ ખેલાડીની સાથે કોઈ જોખમ લેવા ઈચ્છશે નહીં જે કેપ્ટન કોહલીની ટીમનો મુખ્ય સભ્ય છે. જાધવને ઈજા ચેન્નઈની બોલિંગ દરમિયાન 14મી ઓવરમાં થઈ હતી. તે જાડેજાનો થ્રો બાઉન્ડ્રી પર રોકવામાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તે દુખાવાથી પરેશાન લાગ્યો અને ફિઝિયોની સાથે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો.