ઈંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને શનિવારે (18 માર્ચ) ક્રિકેટને અલવિદા કહી દીધું. 37 વર્ષનો પીટરસન જાન્યુઆરી 2014થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. પીટરસને ઈંગ્લેન્ડ માટે કુલ 104 ટેસ્ટ રમી તે અંતિમ ટેસ્ટ શ્રેણી એશિઝનો ભાગ હતો, જેમાં ઈંગ્લેન્ડને 0-5થી હાર મળી હતી. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા પીટરસને ઈંગ્લેન્ડ માટે 47.28ની એવરેજથી 8181 રન બનાવ્યા. જેમાં 23 સદી અને 35 અર્ધસદી સામેલ છે. વનડે મેચમાં પીટરસને 136 ઈનિંગમાં 4440 રન બનાવ્યા. તે ત્રણ ટેસ્ટ અને 12 વનડે મેચમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન રહ્યો હતો.
પીટરસને ટ્વીટર પર ચાર શબ્દોના સંદેશ, બૂટ્સ અપ, થેંક યૂ સંદેશની સાથે પોતાના કેરિયરને વિરામ આવ્યો. ત્યારબાદથી પીટરસન અલગ-અલગ ટી20 લિગમાં રમતો હતો પરંતુ હવે છેલ્લા વખત ક્રિકેટને અલવિદા કરી દીધું છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સુપર લીગ શરૂ થતા પહેલા જ પીટરસને આ વાતની જાહેરાત કરી દીધી હતી, કે આ ટૂર્નામેન્ટ બાદ ક્રિકેટમાંથી નિવૃતી લઈ લેશે.
પીટરસને પાકિસ્તાન સુપર લીગમાં રમવા જતા પહેલા પોતાના પુત્ર સાથે ગળે મળતી તસ્વીર ઈન્સટાગ્રામ પર શેર કરી હતી. તેમાં તેણે નિવૃતી લેવાનો સંકેત આપતા કહ્યું, ક્રિકેટના ખેલાડીના રૂપમાં જેસિકા ટેલર અને મારા બાળકોને અસંખ્ય વાર અલવિદા કહ્યું, આજે સાંજે મારે આ અંતિમ વખત કરવાનું છે. મને અલવિદા કહેવામાં નફરત છે પરંતુ આ કામ છે અને કરવાનું છે.
હવે પીટરસને ક્રિકેટને અલવિદા કરી દીધું છે. તેણે પોતાના સત્તાવાર ટ્વીટર પરથી કરેલી પોસ્ટમાં લખ્યું, ઘણા લોકો પૂછી રહ્યા છે હવે શું કરશો. હું આજ જુસ્સા સાથે અને હાર્ડ વર્કની સાથે હવે ગેંડાને બચાવવા અને તેના સંરક્ષણનો પ્રયત્ન કરીશ. તેણે લોકોને અનુરોધ કર્યો કે બધા એક ટીમના રૂપમાં આ કામ માટે તેનો સાથ આપે.
2005માં પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત કરનાર પિટરસને 104 ટેસ્ટ, 136 વનડે અને 37 ટી20 મેચ રમ્યા ચે. પિટરસન ટેસ્ટ કેરિયરમાં 23 સદી અને 35 અર્ધસદીની મદદથી 8181 રન બનાવ્યા છે. જ્યારે 134 વનડેમાં 41.32ની એવરેજથી 4442 રન બનાવ્યા જેમાં 9 સદી અને 25 અર્ધસદી સામેલ છે.
પિટરસન ઈંગ્લેન્ડનો ત્રીજો એવો બેટ્સમેન છે જેણે આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં હજારથી વધુ રન બનાવ્યા છે. તે સિવાય પિટરસન ઈંગ્લેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં પિટરસન સૌધી વધુ રન બનાવનાર પાંચમો બેટ્સમેન છે.
પિટરસન ઈંગ્લેન્ડની ટીમના ખાસ ખેલાડીઓમાં સામેલ હતો, પરંતુ 2013-2014ની એસિઝ શ્રેણી દરમિયાન 0-5થી ઈંગ્લેન્ડની હાર બાદ તેને હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પીટરસન ઘણી ટી20 ટૂર્નામેન્ટમાં બાગ લીધો જેમાં આઈપીએલ સામેલ છે. આઈપીએલમાં તેણે 2014માં 11 અને 2016માં 4 મેચમાં ભાગ લીધો હતો. તે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પણ રમી ચૂક્યો છે.