નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટે પોતાની અસર દેખાડવાની શરૂ કરી દીધી છે. જ્યારથી આ નવા વેરિએન્ટ વિશે ખબર પડી છે ત્યારથી દુનિયામાં હડકંપ મચી ગયો છે. આ બધા વચ્ચે ભારતે દક્ષિણ આફ્રિકાની મદદ કરવાની જાહેરાત કરી છે અને રસી આપવાની વાત કરી છે. ભારતના આ નિર્ણય પર ઈંગ્લેન્ડના પૂર્વ બેટર કેવિન પીટરસનનું રિએક્શન સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ઈંગ્લિશ બેટરે ભારતના આ નિર્ણયના પેટછૂટા વખાણ કર્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. ભારત સરકારના નિર્ણય પર કેવિન પીટરસને લખ્યું કે ભારતે એકવાર ફરીથી સંવેદના દેખાડી છે. સૌથી ઉત્તમ દેશ, જ્યાં ઉષ્માભર્યા હ્રદયવાળા લોકો રહે છે. આભાર નરેન્દ્ર મોદી.


અત્રે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે આફ્રિકી દેશોમાં જ્યાં ઓમિક્રોન વેરિએન્ટનું સંકટ ઝડપથી વધી રહ્યું છે ત્યાં મેડ ઈન ઈન્ડિયા રસી સપ્લાય કરવામાં આવશે. રસીનો સપ્લાય દ્વિપક્ષીય સંબંધોના આધારે કે કોવેક્સના આધારે કરવામાં આવી શકે છે. કોવેક્સ WHO દ્વારા ચલાવવામાં આવતું એક મિશન છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube