મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના મુખ્ય કાર્યકારી અધિકારી  (CEO) કેવિન રોબર્ટસે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે અને તેમના સ્થાને નિક હોકલેની વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હોકલે આ સમયે આઈટીટી ટી20 વર્લ્ડ કપના મુખ્ય કાર્યકારી છે. આ સિવાય તેમણે આ વર્ષની શરૂઆતમાં રમાયેલા મહિલા ટી20 વિશ્વકપની પણ જવાબદારી સંભાળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોબર્ટસે એક નિવેદનમાં કહ્યુ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓના રૂપમાં આ રમતનું નેતૃત્વ કરવા મારા માટે ગર્વની વાત છે. અમારો સ્ટાફ અને ખેલાડી શાનદાર લોકો છે. તેણે આ રમત માટે ઘણું કર્યું છે. અમે જે સાથે મળીને હાસિલ કર્યું, તેના પર મને ગર્વ છે. હું દેશભરમાં સમુદાયોમાં વોલિયન્ટર્સનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું, જેણે આ રમતમાં પોતાનું લોહી-પરસેવોો વહાવ્યો છે. 


કોવિડ-19 મહામારી વચ્ચે એપ્રિલમાં પોતાના મુખ્યાલયમાં 80 ટકા કર્મચારીઓને લાંબી રજાઓ પર મોકલવાને કારણે રોબર્ટસની ખુબ ટીકા થઈ હતી. 


કોરોના મહામારી વચ્ચે ટી20 વિશ્વકપનું આયોજન અવાસ્તવિકઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ચેરમેન


સીએના ચેરમેન ઈલ ઇડિંગે રોબર્ટસનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ, કેવિને પોતાના કામને સારી રીતે અંજામ આપ્યો છે. તેમણે હંમેશા રમતને સર્વોપરી રાખી. અમે તેને ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ. 


47 વર્ષીય રોબર્ટસનો કરાર આગામી વર્ષ સુધી હતો. તેણે જેમ્સ સદરલેન્ડ બાદ સીએના સીઈઓનું પદ સંભાળ્યું હતું અને આ પહેલા તેઓ સીએમાં જ મુખ્ય સંચાલન અધિકારી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર