નવી દિલ્હીઃ પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને વિશ્વના ચોથા નંબરના ખેલાડી ડેનમાર્કના વિક્ટર એક્સેલસને ફાઇનલમાં ભારત વિરુદ્ધ ત્રીજા ક્રમાંકિત કિદાંબી શ્રીકાંતને સીધા ગેમમાં હરાવીને રવિવારે અહીં બીજીવાર ઈન્ડિયા ઓપનના પુરૂષ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. બીજીવાર થાઈલેન્ડની ચોથી ક્રમાકિંત રતચાનોક ઇંતાનોને પણ એક તરફી મુકાબલામાં જીતની સાથે ત્રીજીવાર મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરૂષ સિંગલ્સમાં બીજી વરીયતા એક્સેલસને 36 મિનિટ ચાલેલા મુકાબલામાં 2015ના ચેમ્પિયન શ્રીકાંતને 21-7, 22-20થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ચોથી વખત ઈન્ડિયા ઓપનના ફાઇનલમાં રમી રહેલા એક્સેલસને આ સાથે 2015ના ફાઇનલમાં શ્રીકાંત વિરુદ્ધ મળેલા પરાજયનો બદલો પણ ચુકવી દીધો છે. એક્સેલસને આ પહેલા 2017માં પણ અહીં ટાઇટલ જીત્યું હતું. શ્રીકાંત વિરુદ્ધ 8 મેચોમાં આ એક્સેલસનની 5મી જીત છે. 


વિશ્વમાં આઠમા નંબરની ખેલાડી ઇંતાનોને 46 મિનિટ ચાલેલા ફાઇનલમાં વિશ્વની 7માં નંબરની ખેલાડી અને ત્રીજી વરીયતા ચીનની બિંગજિયાઓને 21-15, 21-14થી હરાવી હતી. સેમીફાઇનલમાં ભારતની પીવી સિંધુને સીધી ગેમમાં હરાવનારી બિંહજિયાઓની પાસે આજ ઇંતાનોનની ઝડપનો કોઈ જવાબ ન હતો અને શરૂઆતથી શાનદાર લયમાં દેખાઈ હતી. 


ઇંતાનોને બંન્ને ગેમમાં સારી શરૂઆત કરી અને એકવાર લીડ મેળવ્યા બાદ બિંગજિયાઓને વાપસીની તક ન આપી. વર્ષ 2013 અને 2016ની ચેમ્પિયન ઇંતાનોનની બિંગજિયાઓ વિરુદ્ધ પાંચ મેચોમાં આ પ્રથમ જીત છે. 


શ્રીકાંત અને એક્સેલસન વચ્ચે શરૂઆતથી રોમાંચક મેચ જોવા મળ્યો હતો. એક્સેલસન પોતાના દમદાર સ્મૈશ અને કોર્ટ કવરેજથી હાવી થવામાં સફળ રહ્યો. ભારતીય ખેલાડીએ વાપસીનો પ્રયત્ન કર્યો પરંતુ તેમ છતાં એક્સેલસન બ્રેક સુધી 11-7થી આગળ હતો. શ્રીકાંતને એક્સેલસનના સ્મૈશને રિટર્ન કરવામાં ઘણી મુશ્કેલી થઈ હતી જેનો ડેનમાર્કના ખેલાડીએ પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.