પેરિસઃ ભારતના કિદામ્બી શ્રીકાંત અને પારૂપલ્લી કશ્યપ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો છે.  શ્રીકાંતને ચીની તાઇપેના બીજી વરીયતા પ્રાપ્ત ચોઉ તિયેન ચેને 15-21, 21-7, 21-14થી પરાજય આપ્યો હતો. તો કશ્યપ હોંગોંગના એંગ કા લોંગ એંગસ સામે 11-21, 9-21થી હારી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના સમીર વર્માને જાપાનના કેન્તા નિશિમોતોએ 20-22, 21-18, 21-18 થી હરાવ્યો હતો. હવે પુરૂષ સિંગલમાં એકમાત્ર ભારતીય શુભંકર ડે બાકી છે, જે બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાના શેસાર હિરેન આર સામે રમશે. મિક્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં ભારતના સાત્વિક સાઇરાજ રાંકિરેડ્ડી અને અશ્વિની પોનપ્પા અને પ્રણાવ જેરી ચોપડા અને એન સિક્કી રેડ્ડી હારીને બહાર થઈ ગયા હતા. 


રાંકિરેડ્ડી અને પોનપ્પાને ચોથી વરીયતા પ્રાપ્ત કોરિયાના સિયો સિયુંગ જાએ અને ચાઇ યુજુંગે 21-17, 21-18થી હરાવ્યા હતા. તો ચોપડા અને રેડ્ડીને ઈંગ્લેન્ડના ક્રિસ એડકાક અને ગેબ્રિયલ એડકાકે 21-13, 21-18થી પરાજય આપ્યો હતો. 

જુઓ Live TV