ધોનીએ આ ખાસ ફેનને મોકલી શાનદાર ગિફ્ટ
શ્રીકાંત ધોનીનો મોટો પ્રશંસક છે અને તેને બીસીસીઆઈ પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ સાથે ધોનીના ઓટોગ્રાફવાળા બેટની વાત કરી હતી.
પુણેઃ ભારતીય ક્રિકેટર પોતાના ચાહકોને સરપ્રાઇઝ કરતા રહે છે. આ વખતે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આ કામ કર્યું છે. તેમણે વર્લ્ડ નંબર-3 ભારતીય બેન્ડમિન્ટન ખેલાડી શ્રીકાંત કિદાંબીને એક ગિફ્ટ મોકલી, જેને મેળવીને કિદાંબી ગર્વ અનુભવી રહ્યો છે. ધોનીની આ ગિફ્ટ હતી પોતાનું બેટ. ધોનીએ ઓટોગ્રાફ વાળું બેટ સ્ટાર શટલરને મોકલી આપ્યું.
ધોનીની આ ગિફ્ટ બીસીસીઆઈ સિલેક્શન કમિટીના ચીફ એમએસકે પ્રસાદ લઈને તેની એકેડમી પહોંચ્યા. આ વિશે વાત કરતા કિદાંબીએ કહ્યું, મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આ આ મારા માટે સૌથી મોટી સરપ્રાઇઝ હતી. ધોનીની સહીવાળુ બેટ મળવું તે ગૌરવની વાત છે.
વિશ્વ પૂર્વ નંબર એક ખેલાડી શ્રીકાંતના પિતા કેવીએસ કૃષ્ણાએ પ્રસાદને વિકેટકીપર બનવા માટે પ્રેરિત કર્યો હતો. પ્રસાદે કહ્યું, હું તમને તે જણાવવા ઈચ્છીશ કે શ્રીકાંત ગુંટૂરથી મારા બાળપણના નાયક કિટ્ટૂ ચાચા (કેવીએસ કૃષ્ણા)ના પુત્ર છે જેણે મને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યો હતો.
તેમણે કહ્યું, શ્રીકાંત ધોનીનો મોટો પ્રશંસક છે. તેણે એક દિવસ મારી પાસેથી ધોનીના હસ્તાક્ષરવાળા બેટની માંગ કરી હતી. જેના પર મે તેને કહ્યું હતું કે, તે બેન્ડમિન્ટનમાં ટોંચના રેકિંગમાં પહોંચશે તો તેને આ ભેટ મળશે. પ્રસાદે દરાબાદ સ્થિત પુલેલા ગોપીચંદ એકેડમીમાં શ્રીકાંતને આ બેટ આપ્યું. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમની જર્સી પણ શ્રીકાંતને ગિફ્ટ કરવામાં આવી હતી.
પ્રસાદે કહ્યું કે, મેં જ્યારે ધોનીને શ્રીકાંતની આ ઈચ્છા વિશે જણાવ્યું તો ધોની ખુશીથી આ માટે તૈયાર થઈ ગયો. ધોની આ સાંભળીને ખૂશ થયો અને કહ્યું કે, તે એક બેન્ડમિન્ટન ખેલાડી છે અને ભારતીય બેન્ડમિન્ટન પર તે નજર રાખે છે. ધોનીએ મારા ઘરે શ્રીકાંત માટે બેટ મોકલ્યું જેમાં તેનો ઓટોગ્રાફ પણ હતો.
મહત્વનું છે કે હાલમાં કિદાંબી શ્રીકાંતે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.