Kieron Pollard take Retirement From International Cricet: દુનિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર્સમાં સામેલ કીરોન પોલાર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. પોલાર્ડ ખૂબ જ કાતિલાના બોલર અને ધમાકેદાર બેટીંગ માટે જાણિતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલાર્ડે લીધો સંન્યાસ
34 વર્ષના ધાકડ બેટ્સમેન કીરોન પોલાર્ડ હાલ મુંબઇ ઇન્ડીયન્સ માટે આઇપીએલમાં રમી રહ્યા છે. પોલાર્ડ વેસ્ટઇન્ડીઝની લિમિટેડ ઓવર ક્રિકેટમાં નેતૃત્વ કરતા હતા. પોલાર્ડ તે વેસ્ટઇન્ડીઝ ટીમનો ભાગ હતા, જેણે 2 વાર ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. પોલાર્ડ ઓછા બોલમાં મેચ બદલવા માટે જાણિતા છે. પોલાર્ડ પાસે તે કાબિલિયત છે તે કોઇપણ પીચ પર રન બનાવી શકે છે.

ટી20 ક્રિકેટના ધાકડ પ્લેયર્સમાં સામેલ
ટી 20 ક્રિકેટના લીજેંડ ગણાતા 34 વર્ષના કીરોન પોલાર્ડે વેસ્ટઇંડીઝ માટે 123 વનડે મેચ રમ્યા છે, જ્યારે 101 ટી 20 ઇન્ટરનેશનલ મેચ પણ રમી છે. કીરોન પોલાર્ડના નામે 2706 વનડે રન અને 55 વિકેટ છે. જ્યારે ટી20 ઇન્ટરનેશનલમાં કીરોન પોલાર્ડે 1569 રન અને 42 વિકેટ પોતાના નામે કરી છે. તેમણે પોતાના દમ પર વેસ્ટઇન્ડીઝ ટીમને મેચ જીતાડી છે. 


સાઉથ આફ્રીકા વિરૂદ્ધ કર્યું હતું ડેબ્યૂ 
કીરોન પોલાર્ડે 2007 માં દક્ષિણ આફ્રીકાના વિરૂદ્ધ વનડે અને 2008 માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20 માં ડેબ્યૂ કર્યું હતું. મહત્વપૂર્ણ વાત એ છે કે ફેબ્રુઆરીમાં ભારત અને વેસ્ટઇંડીઝ વચ્ચે રમાયેલી વનડે ટી20 સીરીઝ તેમના કેરિયરની અંતિમ સીરીઝ સાબિત થઇ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube