નવી દિલ્હીઃ  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબે (Kings Xi Punjab) મંગળવારે (13 માર્ચ)ના લીગની 11મી સીઝન માટે ટીમની જર્સી લોન્ચ કરી. આઈપીએલ-2018ની શરૂઆત 7 એપ્રિલેથી થવાની છે. પંજાબ પોતાની પ્રથમ મેચ 8 એપ્રિલે દિલ્હી સામે રમશે. આ અવસરે ટીમના મેન્ટર વિરેન્દ્ર સહેવાગ અને કેપ્ટન અશ્વિન હાજર રહ્યા હતા. સહેવાગે આ અવસરે કહ્યું, અમારો પ્રયત્ન પોતાની રમતથી દર્શકોને મનોરંજન કરવાનો હશે. આ સાથે અમે તે મેળવવાનો પ્રયત્ન કરશું જે આજ સુધી મેળવી શક્યા નથી. મને આશા છે કે આ વખતે અમે ટાઇટલ જીતીશું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિન બન્યો ટીમનો કેપ્ટન
ટીમના કેપ્ટન અશ્વિને કહ્યું, વીરૂ મને પંજાબમાં લઈને આવ્યો અને કેપ્ટન બનાવ્યો. અત્યાર સુધી મેં પંજાબને બીજી તરફથી જોયું છે પરંતુ હવે હું તેનો ભાગ છું. જેમ વીરુએ કહ્યું અમારો પ્રયત્ન દર્શકોનું મનોરંજન કરવાનો અને ટાઇટલ જીતવાનો હશે. કેન્ટ મિનરલ આરઓ પંજાબની ટીમનું મુખ્ય સ્પોન્સર છે. પંજાબે આ વખતે તેની કમાન અશ્વિનને આપી છે. આઈપીએલની તમામ ટીમોમાં એકમાત્ર બોલર કેપ્ટન છે. 


વેંકટેશ પ્રસાદ બોલિંગ કોચ
વેંકટેશ પ્રસાદને પંજાબનો બોલિંગ કોચ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગત સપ્તાહે આ પૂર્વ બોલરે જૂનિયર રાષ્ટ્રીય પસંદગી પેનલના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. આઈપીએલની 11મી સીઝન માટે કિંગ્સ ઇલેવન પંજાબે તેના સહયોગી સ્ટાફની જાહેરાત કરી છે. સહેવાગે કહ્યું, અમે વેંકટેશની સાથે આ વર્ષે ટીમ માટે વિદેશી કોચ રાખીને ખુશ છીએ. મને આશા છેકે ટીમને તેના અનુભવનો ફાયદો થશે.