નવી દિલ્હીઃ આઈપીએલના 37માં મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ દરમિયાન સ્લો ઓવર રેટને કારણે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં દિલ્હીએ પંજાબને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોઈન્ટ ટેબલમાં દિલ્હી  ત્રીજા અને પંજાબ ચોથા સ્થાને
આ હાર બાદ પંજાબ 10 મેચમાં 10 પોઈન્ટની સાથે ટેબલમાં ચોથા સ્થાન પર છે. તો દિલ્હી 10 મેચમાં 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. આઈપીએલની આ સિઝનમાં અશ્વિન ચોથો કેપ્ટન છે, જેના પર સ્લો ઓવર રેટને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. 


અશ્વિન પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન અંજ્કિય રહાણેને સ્લો ઓવર રેટના નિયમનો ભંગ કર્યો હતો. આ ત્રણેય પર પણ 12-12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.