નવી દિલ્હીઃ આઈપીએલ 2020 માટે કિંગ્સ XI પંજાબ (KXIP)ની ટીમ ગુરૂવારે દુબઈ રવાના થઈ ગઈ છે. ટીમના સીનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત ઘણા ખેલાડીઓએ આ વિમાન યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આઈપીએલની આ સિઝન માટે કિંગ્સ ઇલેવન પંજાબ સૌથી પહેલા યૂએઈ પહોંચી છે. હવે એક-એક કરીને બાકી ટીમો પણ ત્યાંની કુચ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 સપ્ટેમ્બરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. આ વખતે લીગ બાયો સિક્યોર બબલમાં રમાશે, જ્યાં ખાલી સ્ટેડિયમોમાં ખેલાડીઓએ પોતાની બધી મેચ રમવી પડશે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ અહીં વિસ્તારા એરલાઇનથી પહોંચી છે. કિંગ્સની ટીમે નવી દિલ્હીથી દુબઈ માટે ઉડાન લીધી છે. ટીમના ફાસ્ટ બોલર શમીએ ટીમની સાથે આ યાત્રાની કેટલીક તસવીરો પોસ્ટ કરી. બધા ખેલાડીઓએ મોઢા પર માસ્ક પહેર્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર