IPL 2019: કિંગ્સ ઇલેવન પંજાબ રોસ્ટર, સંભવિત ટીમ, ટાઇમ ટેબલ અને ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ
કિંગ્સ ઇલેવનની ટીમમાં લોકેશ રાહુલ અને ક્રિસ ગેલ જેવા શાનદાર બેટ્સમેન છે. તો ટીમે આ વર્ષે હરાજીમાં વેસ્ટઈન્ડિઝના યુવા વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનને પણ ખરીદ્યો છે.
નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ અત્યાર સુધી આઈપીએલનું ટાઇટલ જીતી ચુકી નથી. આ ટીમે સૌથી સારૂ પ્રદર્શન 2014માં કર્યું હતું. તે વર્ષે પંજાબે 14માંથી 11 જીતની સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોર્જ બેઇલીની આગેવાનીમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે ટીમ આર. અશ્વિનની આગેવાનીમાં સુધાર કરવા ઈચ્છશે.
કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ રોસ્ટર
લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઈ, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરૂણ નાયર, ડેવિલ મિલર અને રવિચંદ્રન અશ્વિન, મંદીપ સિંહ, મોરિસ હેનરીકેસ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, સેમ કરન, હરદુ, વિઝલોન, અક્ષદીપ નાથ, દર્શન નલકાંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ આયાચી, હરપ્રીત બરાર, મુર્ગન અશ્વિન.
ટીમ માલિકઃ પ્રીતિ ઝિંટા, નેસ વાડિયા, મોહિત બર્મન અને કરન પોલ
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનું વિશ્લેષણ
ટીમની તાકાતઃ ટીમની તાકાત ક્રિસ ગેલ અને કેએલ રાહુલના રૂપમાં ઓપનિંગ જોડી છે. ગેલે હાલમાં ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. ગેલની હાજરી કોઈપણ વિપક્ષી ટીમ માટે ખરાબ સપનું સાબિત થઈ શકે છે.
ટીમની નબળાઈઃ કિંગ્સ ઇલેવન પંજાબ ફાસ્ટ બોલિંગ વિભાગમાં નબળી દેખાઈ છે. તેનો મુખ્ય બોલર એંડ્રયૂ ટાઈ છે, જેણે ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે આ સમયે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. તો સેમ કરનને હજુ આઈપીએલમાં રમવાનો અનુભવ નથી.
ટીમને ખતરોઃ કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ 2019ની હરાજીમાં પ્રભસિમરન સિંહ, વરૂણ ચક્રવર્તી, નિકોલસ પૂરન અને સેમ કરન જેવા ખેલાડીઓને મોટી રકમ આપીને ખરીદ્યા હતા. આ ચારેય ખેલાડીઓ પ્રતિભાશાળી છે પરંતુ તે ક્યારેય આઈપીએલમાં રમ્યા નથી. તો અનુભવહીન ખેલાડીઓ પર મોટી બોલી લગાવવાનો નિર્ણય ફ્રેન્ચાઇઝી પર ભારે પડી શકે તેમ છે.
ટીમમાં તકઃ ટીમમાં યુવા ખેલાડી વરૂણ ચક્રવર્તી માટે આ શાનદાર તક હશે. તેને આ ટૂર્નામેન્ટમાં મોટા ખેલાડીઓ સાથે રમવાની તક મળશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
આર અશ્વિન (કેપ્ટન), ક્રિસ ગેલ, કેએલ રાહુલ, ડેવિડ મિલર, મયંક અગ્રવાલ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), સેમ કરન, વરૂણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, એંડ્રયૂ ટાઈ અને મુઝીબ ઉર રહમાન.
પંજાબનો કાર્યક્રમ આ પ્રકારે છે
1. કિંગ્સ ઇલેવન પંજાબ vs રાજસ્થાન રોયલ્સ (25 માર્ચ, રાત્રે 8 કલાકે, જયપુર)
2. કિંગ્સ ઇલેવન પંજાબ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ (27 માર્ચ, રાત્રે 8 કલાકે, કોલકત્તા)
3. કિંગ્સ ઇલેવન પંજાબ vs મુંબઈ ઈન્ડિયન્સ (30 માર્ચ, સાંજે 4 કલાકે, મોહાલીથી)
4. કિંગ્સ ઇલેવન પંજાબ vs દિલ્હી કેપિટલ્સ (1 એપ્રિલ, રાત્રે 8 કલાકે મોહાલી)