મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચની નિમણૂક માટે ગુરૂવારે અહીં બીસીસીઆઈની એક પસંદગી પેનલ ઈન્ટરવ્યૂ લેશે જેમાં ગૈરી કર્સ્ટન, હર્ષલ ગિબ્સ અને રમેશ પોવાર સહિત અન્ય દાવેદારો ભાગ લેશે. આ પદ માટે 28 ઉમેદવારોએ અરજી કરી હતી અને જે દાવેદારોને ઈન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા છે, તેમાં કર્સ્ટન, ગિબ્સ અને પોવાર સિવાય ડબ્લ્યૂવી રમન, વેંકટેશ પ્રસાદ, મનોજ પ્રભાકર, ટ્રેંટ જોનસ્ટન, માર્ક કોલ્સ, દિમિત્રી માસ્કરેંહાસ અને બ્રેડ હોઝ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ દાવેદારોનું ઈન્ટરવ્યૂ એડ હોક સમિતિ લેશે જેમાં પૂર્વ ભારતીય ખેલાડીઓ કતિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને સામેલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું કે, વિદેશી ખેલાડી સ્કાઇપના માધ્યમથી ઈન્ટરવ્યૂ આપશે  જ્યારે પોવાર જેવા સ્થાનીય ખેલાડી રૂબરૂ પહોંચશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, એડ હોક સમિતિમાં પ્રતિષ્ઠિત પૂર્વ ખેલાડી સામેલ છે. મને તેમાં કોઈ શંકા નથી કે, તે સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરશે. 



BBLમાં નવો પ્રયોગ જોઈને બધા ચોંકી ગયા, આમ થયો ટોસ, જુઓ VIDEO


સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સીઓએ અધ્યક્ષ વિનોદ રાય અને ડાયના ઇડુલ્જી સમિતિ કોચ પસંદગી પ્રક્રિયા પર વિભાજીત હતા. એડુલ્જી ઈચ્છતી હતી કે પોવાર આગામી ન્યૂઝીલેન્ડના પ્રવાસ સુધી ટીમ સાથે રહે. જ્યારે રાયે બીસીસીઆઈના ટોંચના અધિકારીઓને સૂચના આપી કે, તે આ પદ માટે અરજી મંગાવે. પોવારનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થયો હતો. વનડે કેપ્ટન અને સીનિયર ખેલાડી મિતાલી રાજની સાથે પસંદગીના મુદ્દેને લઈને તેને મતભેદ હતા જે ચર્ચામાં આવ્યા હતા.