નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમિયર લીગની 15મી સિઝનની પ્રથમ મેચ ચૈન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચે રમાશે. ત્યારે, લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની શરૂઆત 28 માર્ચે ગુજરાત ટાઈટન્સની સામે કરશે. આ પહેલાં જાણો લખનઉની પ્લેઈંગ ઈલેવન વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેએલ રાહુલ અને ક્વિંટન ડિ કોક કરશે ઓપનિંગ
આઈપીએલ 2022માં કેએલ રાહુલ અને ક્વિંટન ડિ કોક લખનઉ સુપર જાયનસ્ટ્સ તરફથી ઓપનિંગ કરશે. ત્યારે, વન ડાઉન પર મનીષ પાંડેનું રમાવનું નક્કી છે. આ પહેલાં ડિ કોક મુંબઈ ઈન્ડિયન્સ અને મનીષ પાંડે સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતા.


આવું હશે મિડલ ઓર્ડર
મિડલ ઓર્ડરમાં માર્કસ સ્ટોઈનિસ, દિપક હુડ્ડા, કૃણાલ પંડ્યા અને જેસન હોલ્ડર જેવા ઓલરાઉન્ડર ખેલાડી રમશે. સ્ટોઈનિસને લખનઉએ ઓક્શન પહેલાં જ ખરીદ્યો હતો. જે ચાર નંબર પર આવશે. ત્યારે, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર અને દિપર હુડ્ડા ફિનિસરનો રોલ નિભાવશે.


ખૂબ મજબૂત છે બોલિંગ યુનિટ
બોલિંગ યુનિટમાં રવિ બિશ્નોઈ, કે ગૌતમ અને કૃણાલ પંડ્યા સ્પિન વિભાગ સાચવશે. જ્યારે, પેસ બોલર આવશે ખાન, માર્ક વૂડ અને જેસન હોલ્ડર પર ફાસ્ટ બોલિંગની જિમ્મેદારી રહેશે. આવેશ ખાનને લખનઉ ફ્રેન્ચાઈઝી 10 કરોડમાં અને વૂડને 7.50 કરોડમાં ખરીદ્યો હતો.


લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ક્વિંટન ડિ કોક (વિકેટકીપર), કેએલ રાહુલ (કેપ્ટન), મનીષ પાંડે, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડ્ડા, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, કૃષ્ણપ્પા ગૌતમ, માર્ક વૂડ, આવેશ ખાન અને રવિ બિશ્નોઈ.


આ પણ વાંચોઃ IPL 2022: MS Dhoni થી લઈ શ્રેયસ ઐય્યર સુધી, જાણો શું મળે છે 10 ટીમના કેપ્ટનને પગાર?


લખનઉ સુપર જાયન્ટ્સનું શિડ્યુલ
28 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે સાંજે 7.30 વાગ્યે
31 માર્ચે ચૈન્નઈ સુપર કિંગ્સ સામે સાંજે 7.30 વાગ્યે
4 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સાંજે 7.30 વાગ્યે
7 એપ્રિલે દિલ્લી કેપિટલ્સ સામે સાંજે 7.30 વાગ્યે
10 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે સાંજે 7.30 વાગ્યે
16 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે બપોરે 3.30 વાગ્યે
19 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સાંજે 7.30 વાગ્યે
24 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે બપોરે 7.30 વાગ્યે
29 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે સાંજે 7.30 વાગ્યે
1 મે દિલ્લી કેપિટલ્સ સામે બપોરે 3.30 વાગ્યે
7 મે કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે સાંજે 7.30 વાગ્યે
10 મે ગુજરાત ટાઈટન્સ સામે સાંજે 7.30 વાગ્યે
15 મે રાજસ્થાન રોયલ્સ સામે સાંજે 7.30 વાગ્યે
18 મે કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે સાંજે 7.30 વાગ્યે


લખનઉ સુપર જાયન્ટ્સની સંપૂર્ણ ટીમઃ
મયંક યાદવ (રૂ. 20 લાખ), એવિન લુઈસ (રૂ. 2 કરોડ), આવેશ ખાન (રૂ.10 કરોડ), જેસન હોલ્ડર (રૂ. 8.75 કરોડ), કૃણાલ પંડ્યા (રૂ. 8.25 કરોડ), માર્ક વૂડ (રૂ. 7.50 કરોડ), ક્વિંટવ ડિ કોક (રૂ. 6.75 કરોડ), મનીષ પાંડે (રૂ. 4.60 કરોડ), દિપક હુડ્ડા (રૂ. 5.75 કરોડ), કરણ શર્મા (રૂ. 20 લાખ), કાયલ મેયર્સ (રૂ. 50 લાખ), આયુષ બદોની (રૂ. 20 લાખ), મોહસીન ખાન (રૂ. 20 લાખ), મનન વોહરા (રૂ. 20 લાખ), શાહબાઝ નદીમ (રૂ. 50 લાખ), દુષ્મંતા ચમીરા. (રૂ. 2 કરોડ), કૃષ્ણપ્પા ગૌતમ (રૂ. 90 લાખ), અંકિત રાજપૂત (રૂ. 50 લાખ), કેએલ રાહુલ (રૂ. 17 કરોડ), માર્કસ સ્ટોઇનિસ (રૂ. 9.20 કરોડ), રવિ બિશ્નોઇ (રૂ. 4 કરોડ).


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube