નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ કેએલ રાહુલને વિશ્વકપ 2023 (ICC Cricket World Cup)વચ્ચે ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેવામાં ભારતીય બોર્ડે હાર્દિક પંડ્યાની જગ્યાએ કેએલ રાહુલને આ જવાબદારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે શનિવારે સવારે હાર્દિક પંડ્યાના વિશ્વકપમાંથી બહાર થવાની પુષ્ટિ કરી હતી. વિશ્વકપ પહેલા હાર્દિક પંડ્યાને બીસીસીઆઈએ વાઈસ કેપ્ટન બનાવ્યો હતો. હવે ઈજાને કારણે હાર્દિક પંડ્યા બાકીની મેચ રમી શકશે નહીં. હાર્દિક પંડ્યાને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં ઈજા થઈ હતી. તેને બાંગ્લાદેશ વિરુદ્ધ ફીલ્ડિંગ કરવા દરમિયાન એડીમાં ઈજા થઈ હતી. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈની સીનિયર પસંદગી સમિતિએ રોહિત શર્માના ડેપ્યુટીના રૂપમાં કેએલ રાહુલના નામ પર મહોર લગાવી છે. 


આ પણ વાંચોઃ Hardik Pandya આઉટ થયો ત્યારે અક્ષર પટેલને કેમ મોકો ન મળ્યો? આને કહેવાય ખરાબ નસીબ


વિશ્વકપ 2023માં અજેય છે ટીમ ઈન્ડિયા
વિશ્વકપમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ સતત 7 મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ આઠમી મેચમાં હવે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારત અને આફ્રિકાની મેચ ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં રમાશે. ભારતીય ટીમ 7 મેચમાં 14 પોઈન્ટ સાથે નંબર એક પર છે. જ્યારે સાઉથ આફ્રિકા પણ સતત સારૂ પ્રદર્શન કરી રહી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube