બોર્ડર-ગાવસ્કર સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન થયો ઈજાગ્રસ્ત
IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થવા જઈ રહી છે. જો કે, પર્થ ટેસ્ટ પહેલા જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે.
IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થવા જઈ રહી છે. જો કે, પર્થ ટેસ્ટ પહેલા જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે. ઓસ્ટ્રેલિયાની સામે પર્થમાં રમાનાર પહેલા ટેસ્ટ મેચમાં આ બેટ્સમેન ઓપનર તરીકે રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના રમવા પર શંકા છે. રોહિત શર્મા તેના બીજા બાળકના જન્મ માટે હજુ પણ મુંબઈમાં છે.
ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર
રોહિત શર્મા જો ઓસ્ટ્રેલિયાની સામે પર્થમાં રમાનાર પહેલા ટેસ્ટ મેચમાં નહીં રમે તો કેએલ રાહુલને ઓપનર તરીકે નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કેએલ રાહુલ પર્થમાં શુક્રવાર 15 નવેમ્બરની સવારે WACAના મેદાન પર ત્રણ દિવસય વાર્મઅપ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. નોંધનીય છે કે પર્થમાં WACA મેદાનમાં ભારત અને ભારત-A વચ્ચે ત્રણ દિવસય વાર્મઅપ મેચ રમાઈ રહ્યો છે. WACA ગ્રાઉન્ડ પર એક બાઉન્સ બોલ કેએલ રાહુલને તેની જમણી કોણી પર વાગ્યો હતો. બોલ વાગવાથી દર્દ અને પીડાથી પરેશાન કેએલ રાહુલ માટે બેટિંગ કરવી શક્ય નહોતું, તેથી તેને મેદાન છોડવાની ફરજ પડી હતી.
સ્ટાર બેટ્સમેન થયો ઈજાગ્રસ્ત
કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતા ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. રોહિત શર્મા પ્રથમ પર્થ ટેસ્ટમાં રમશે નહીં તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ ઈજા થવો એ ટીમ ઈન્ડિયા માટે સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. કેએલ રાહુલની વાત કરવામાં આવે તો હાલ તેમનું વર્તમાન ફોર્મ ચિંતાનો વિષય છે. ટેસ્ટ મેચમાં કેએલ રાહલે પોતાની છેલ્લી 5 ઈનિંગમાં 16, 22*, 68, 0 અને 12 રન બનાવ્યા છે. કેએલ રાહુલે ભારત માટે હાલ સુધીમાં 53 ટેસ્ટ મેચની 91 ઈનિંગમાં 2981 રન બનાવ્યા છે. કેએલ રાહુલે આ દરમિયાન 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે. કેએલ રાહુલનો ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 199 રન છે.
ટીમ ઈન્ડિયાની પાસે હવે શું છે ઓપ્શન?
ઓસ્ટ્રેલિયા સામે પહેલા ટેસ્ટમાં જો રોહિત શર્મા અને કેએલ રાહુલ બન્ને બેટ્સમેન ના રમી શકે તો ધ્રુવ જુરેલ જેવા યુવા બેટ્સમેનને મોકો આપવો ભારતીય ટીમ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. કેએલ રાહુલની સરખામણીમાં ધ્રુવ જુરેલ ઘણો સારો બેટિંગ કરે છે. ટેસ્ટ ક્રિકેટમાં કેએલ રાહુલનું પ્રદર્શન ખૂબ જ સાધારણ રહ્યું છે. કેએલ રાહુલની ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટ પણ ખૂબ જ ખરાબ છે. કેએલ રાહુલની ટેસ્ટ ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટ 53.07 છે. જ્યારે ધ્રુવ જુરેલ તકનીકી રીતે ખૂબ જ મજબૂત બેટ્સમેન છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વઃ મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહમદ.