IND vs ZIM: ટીમમાં વાપસી થતા આ ખેલાડી બની ગયો કેપ્ટન, શિખર ધવનને હટાવી દેવાયો
ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વે વિરુદ્ધ આગામી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમમાં મોટો ફેરફાર કરી દીધો છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટીમની જાહેરાત કરવા સમયે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, કારણ કે રોહિત શર્માની સાથે-સાથે ટીમના ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ બીસીસીઆઈની મેડિકલ ટીમે કેએલ રાહુલની ફિટનેસ ટેસ્ટ કરી અને તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ આગામી ત્રણ મેચોની વનડે સિરીઝમાં રમવાની મંજૂરી આપી દીધી છે. અખિલ ભારતીય પસંદગી સમિતિએ તેને ટીમને કેપ્ટન બનાવી દીધો છે, જ્યારે શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ સિરીઝમાં મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, જાડેજા, રિષભ પંત જેવા નામ સામેલ નથી. તો હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે. ધવને હાલમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝમાં ટીમની કમાન સંભાળી હતી. જેમાં ભારતીય ટીમે 3-0થી જીત મેળવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ માટે રમશે રાશિદ ખાન, રબાડા અને લિવિંગસ્ટોન! સામે આવી મોટી જાણકારી
ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube