આઈસીસી T20 રેન્કિંગઃ કેએલ રાહુલ નંબર-2 પર યથાવત
ભારતીય ઓપનિંગ બેટ્સમેન લોકેસ રાહુલ આઈસીસીના તાજા ટી20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને યથાવત છે, જ્યારે બોલરોના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન લેફ્ટ આર્મ સ્પિનર એશ્ટન એગર ચોથા સ્થાને પહોંચી ગયો છે.
દુબઈઃ ભારતીય ઓપનિંગ બેટ્સમેન લોકેસ રાહુલ આઈસીસીના તાજા ટી20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને યથાવત છે, જ્યારે બોલરોના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન લેફ્ટ આર્મ સ્પિનર એશ્ટન એગર ચોથા સ્થાને પહોંચી ગયો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રાહુલે આ મહિનાની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યાં બાદ બીજા સ્થાને પહોંચ્યો હતો. રાહુલના 823 પોઈન્ટ છે અને તે ટોપ પર રહેલા પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમ કરતા પાછળ છે, જેના 879 પોઈન્ટ છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ 673 પોઈન્ટની સાથે 10માં નંબર પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર 25માંથી 28માં અને તેનો સાથે સ્ટીવન સ્મિથ 265 સ્થાનની લાંબા છલાંગ લગાવીને 53માં નંબર પર પહોંચી ગયો છે.
બોલરોની યાદીમાં આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં હેટ્રિક સહિત 5 વિકેટ ઝડપનાર એશ્ટન એગર છ સ્થાનની છલાંબ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. એડમ ઝમ્પા એક સ્થાન આગળ વધીને ત્રીજા અને આફ્રિકાનો તબરેઝ શમ્સી પાંચ સ્થાનની છલાંબ સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube