નવી દિલ્હીઃ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ) થી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેને શરૂઆતમાં વધુ વર્કલોડ ન લેવાની સલાહ આપવામાં આવી છે. રાહુલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હૈદરાબાદમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના ત્રીજી મેચ માટે ટીમમાં જોડાવાની સંભાવના હતી, પરંતુ સ્નાયુઓની જડતાને કારણે તે બાકીની મેચોમાં રમી શક્યો નહીં. રાહુલે એનસીએમાં બેટિંગ, વિકેટકીપિંગ સાથે જોડાયેલી ડ્રિલ અને આઉટફીલ્ડમાં ફીલ્ડિંગની પ્રેક્ટિસ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 માર્ચે LSG ની પ્રથમ મેચ
બીસીસીઆઈના સૂત્રોએ ગોપનીયતાની શરત પર કહ્યું- એનસીએએ રાહુલને રમવાની મંજૂરી આપી છે અને તે ગુરૂવાર (20 માર્ચ) એ લનખઉની ટીમમાં જોડાઈ જશે. લખનઉની ટીમ પોતાની પ્રથમ મેચ 24 માર્ચે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ જયપુરમાં રમશે, તેને શરૂઆતમાં વિકેટકીપિંગ ન કરવાની સલાહ આપવામાં આવી છે અને તે શરૂઆતી મેચોમાં માત્ર બેટર તરીકે રમશે. 


આ પણ વાંચોઃ RCB ને મળી ગઈ વુમન 'વિરાટ', આ ખેલાડીએ WPL 2024 માં ચારેય બાજુ ફટકાર્યા છગ્ગા


LSG ની પાસે વિકેટકીપર્સની કમી નથી
લખનઉ પરંતુ તેના વિકેટકીપિંગને લઈને પરેશાન નથી કારણ કે તેની પાસે દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડિકોક અને વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરનના રૂપમાં બે સારા વિકેટકીપર છે. પૂરન આ વર્ષે ટીમમાં વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. રાહુલનું પરંતુ વિકેટકીપર બેટરના રૂપમાં રમવું ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે તેના દમ પર તે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં જૂનમાં રમાનાર ટી20 વિશ્વકપ માટે પોતાનો દાવો રજૂ કરી શકે છે. 


સૂર્યાના ફિટનેસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
ટી20માં વિશ્વના નંબર એક બેટર સૂર્યકુમાર હજુ હર્નિયાના ઓપરેશનમાંથી સાજો થઈ રહ્યો છે અને તે આઈપીએલના શરૂઆતી મેચોમાં બહાર રહી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ માર્ક બાઉચરે સોમવારે કહ્યું કે તેની ફિટનેસની સ્થિતિને લઈને બીસીસીઆઈથી અપડેટનો ઇંતજાર છે. બાઉચરે આ સાથે કહ્યું કે આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપને ધ્યાનમાં રાખતા તેની ખેલાડીઓને આરામ આપવાની કોઈ યોજના નથી.