દુબઈઃ આઈસીસીએ જાહેર કરેલા ટી20 બેટરોના રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટર કેએલ રાહુલ, પાકિસ્તાનના વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાન અને ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલને ફાયદો થયો છે. ગુપ્ટિલની ટોપ-10માં વાપસી થઈ છે, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ટોપ-10માંથી બહાર થઈ ગયા છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં 3-0થી જીત મેળવી હતી અને રાહુલે પ્રથમ બે મેચમાં દમદાર બેટિંગ કરી હતી, જેનાથી તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્ટિલે પણ આ સિરીઝમાં આક્રમક બેટિંગ કરી અને તેની મદદથી તે ટોપ-10માં વાપસી કરવામાં સફળ રહ્યો છે. મોહમ્મદ રિઝવાને બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાનું શાનદાર ફોર્મ જાળવું રાખ્યું અને તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ નંબર-1 ટી20 બેટર છે. જ્યારે બીજા સ્થાને ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન છે. 


આ પણ વાંચોઃ આનંદો....IPL 2022 આ તારીખથી થશે શરૂ! 10 ટીમ મચાવશે ધમાલ, જાણો વધુ વિગતો


ટોપ-10માં એકમાત્ર ભારતીય બેટર કેએલ રાહુલ છે, જે છઠ્ઠાથી પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી આ સિરીઝમાં રમ્યો નહીં અને તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી, તે 11માં સ્થાને છે. ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન રોહિત શર્મા 13માં સ્થાને છે. 



આઈસીસી ટી20 બેટર રેન્કિંગ
1. બાબર આઝમ
2. ડેવિડ મલાન
3. એડન માર્કરમ
4. મોહમ્મદ રિઝવાન
5. કેએલ રાહુલ
6. આરોન ફિન્ચ
7. ડેવોન કોન્વે
8. જોસ બટલર
9. રુસી વાન ડેર ડુસેન
10. માર્ટિન ગુપ્ટિલ