નવી દિલ્હીઃ કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આગામી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે વાઇસ કેપ્ટનની કમાન સંભાળશે. રોહિત શર્મા ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે બીસીસીઆઈએ હાલમાં ટેસ્ટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી રોહિત શર્માને સોંપી હતી. હવે કેએલ રાહુલ વિરાટ કોહલીની સાથે મોર્ચો સંભાળશે. આ વિશે ન્યૂઝ એજન્સી એએનઆઈએ બીસીસીઆઈના હવાલાથી પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ કહ્યું- હાં, રોહિત ન હોવાથી કેએલ રાહુલ વાઇસ કેપ્ટન હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ સોમવારે પુષ્ટિ કરી હતી કે રોહિત શર્મા હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મહત્વનું છે કે ટીમ સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. 


બીસીસીઆઈ તરફથી જણાવવામાં આવ્યું હતું- ટીમ ઈન્ડિયાના ટેસ્ટ વાઇસ કેપ્ટન રોહિત શર્માને મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. તે આફ્રિકા સામે રમાનાર ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. પ્રિયાંક પંચાલને રોહિતના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કેએલ રાહુલ રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર પણ છે. 


આ પણ વાંચોઃ ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓના T20 કરિયર પર લટકતી તલવાર! હવે પાછા ફરવું અશક્ય


ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા હાલ એનસીએમાં રિહેબ કરી રહ્યાં છે. હાલમાં બીસીસીઆઈએ રોહિતની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં રોહિત અન્ડર-19 ટીમ સાથે વાત કરી રહ્યો છે. 


ભારત સાઉથ આફ્રિકા સિરીઝનો કાર્યક્રમ
સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર સુધી સેન્ચુરિયનમાં રમશે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી જોહનિસબર્ગ અને ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. શરૂઆતી બે વનડે મેચ 19 અને 21 જાન્યુઆરીના પાર્લમાં રમાશે, જ્યારે ત્રીજી વનડે 23 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે. ઓમિક્રોન વાયરસના ખતરાને કારણે હાલ ચાર મેચોની ટી20 સિરીઝ હાલ હોલ્ડ પર રાખવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube