જાણકારીઃ પર્થમાં જ્યાં મેચ રમાઈ રહી છે, તે `ડ્રોપ ઈન પીચ` શું છે?
પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ ગયો છે. આ મેચ 'ડ્રોપ ઈન પીચ' પર રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પર્થ સહિતના ઘણા સ્ટેડિયમોમાં ક્રિકેટ સિવાય રગ્બી અને ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ટૂર્નામેન્ટો યોજાતી હોય છે. જેથી અન્ય રમતને કારણે ક્રિકેટની પિચને નુકસાન થવાની સંભાવના રહે છે. જેથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ડ્રોપ ઈન પીચ ટેક્નોલોજી ઘણી સ્વીકાર્ય બનતી જાય છે. પીચના ભાગમાં અન્ય રમતો રમાઇ ત્યારે મેદાનની સરફેસ જાણે સંપૂર્ણ મેદાન સમથળ હોય તેમ જોવા મળે છે. આ સમય દરમિયાન પીચની સાઇઝ પ્રમાણેનો લાંબો સ્લેબ આ ટેક્નોલોજીન નિષ્ણાંત કંપનીના વર્કની પીચની જેમ પાંગરતો હોય છે. ક્રિકેટન પીચની જેમ ઈંટો, સિમેન્ટ અને તેના પર માટી અને ઘાસને ઉગાડાય છે. જેવી ક્રિકેટની સિઝન કે મેચ શરૂ થાય તે પહેલા ક્રિકેટની પીચ જેટલા જ માપનો માટીનો લંબચોરસ સ્લેબ મેદાનની મધ્યમાં લઈ લેવાય છે અને તેજ સ્થાને ટ્રેઈલરમાં લવાયેલી પીચને ક્રેનની મદદથી તે જ જગ્યાએ ગોઠવી દેવાય છે.
સ્ટેડિયમ અનુસાર બોલરોને યારી આપતી હોય તેવી જ પ્રકૃતિની પીચ બનાવવામાં આવે છે. પર્થની પીચ લીલા ઘાસની સાથે ફાસ્ટ અને બાઉન્સી બને તેવા બંધારણ સાથે વર્ક સ્ટેશને બનાવાઈ છે. મેચ બાદ જો અન્ય કોઈ રમત રમાવાની હોય તો તે પહેલા પીચને ક્રેનની મદદથી ઉપાડી લઈને તેના સ્થાને તેટલા જ આકારનો માટી-ઘાસનો સ્લેબ ગોઠવી દેવામાં આવે છે.