IPL શરૂ થતાં જ કેમ જોર પકડે છે ફિક્સિંગની ચર્ચાઓ? જાણો સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ હોય છે શું તફાવત
Know how is spot fixing different then match fixing: ક્રિકેટમાં ચિટિંગ થતી હોય છે અને ચાલતી પણ રહે છે. આ એકદમ સામાન્ય બાબત છે. એમ તો દરેક ગેમમાં થોડી ઘણી ચિટિંગ તો થતી હોય જ છે. કોઈ વખત ભૂલથી તો કોઈ વખત જાણી જોઈને આ ભૂલ કરવામાં આવે છે. ક્રિકેટના આ જેન્ટલમેન માટે કહેવાતી રમતમાં અનેક વખત ચીટિંગની ઘટનાઓ થઈ છે.
યશ કંસારા, અમદાવાદઃ ક્રિકેટમાં ચિટિંગ થતી હોય છે અને ચાલતી પણ રહે છે. આ એકદમ સામાન્ય બાબત છે. એમ તો દરેક ગેમમાં થોડી ઘણી ચિટિંગ તો થતી હોય જ છે. કોઈ વખત ભૂલથી તો કોઈ વખત જાણી જોઈને આ ભૂલ કરવામાં આવે છે. ક્રિકેટના આ જેન્ટલમેન માટે કહેવાતી રમતમાં અનેક વખત ચીટિંગની ઘટનાઓ થઈ છે. થયું એવું કે એકવાર ક્રિકેટના સર્જક કહેવાતા ડબ્લ્યુ સી ગ્રેસે ક્રિકેટ રમી રહ્યા હતા. તમામ કાયદા અને નિયમ સાથે. ત્યારે, અમ્પાયરે તેમને એક બોલ પર લેગ બિફોરથી વિકેટ જાહેર કરવામાં આવ્યા. ગુસ્સે ભરાયેલા ગ્રેસે પહેલાં તો આઉટ થવાનો જ ઈન્કાર કરી દિધો અને પછી અમ્પાયરને બેટ બતાવતા કહ્યું કે, આજથી તું અમ્પાયર નહીં બને.ક્રિકેટના મેદાન પર આવા પ્રકારનો દુરવ્યવહાર કોઈ દિવસ ચલાવી લેવામાં ન આવે. કેમ કે નિયમતો એવો જ છે કે અમ્પાયર કહે તે નિર્ણય છેલ્લો નિર્ણય. જોકે, ગ્રેસની આ હરકતને ચિટિંગ તો ના કહેવાય પણ દૂરવ્યવહાર કહી શકાય. કારણ કે, તેમને રમવાની ઈચ્છા હતી. ના તો તેનાથી કમાણી કરવાની.
ચિટિંગથી ફિક્સિંગ સુધીઃ જોકે હવે ક્રિકેટની ગેમમાં ગ્રેસની ચિટિંગની ઘટનાથી કઈ વધુ જ થઈ રહ્યું છે. જે સીધી રીતે દેખાઈ પણ છે અને સંભળાઈ પણ છે. હાલાત બદલાયા છે, ટેક્નોલોજી બદલાઈ છે, ખેલાડી અને તેમની માનસિકતા પણ બદલાઈ છે. હવે તો ગ્રેસે બનાવેલી આ જેન્ટમેનની ગેમમાં ઘણા બધા ફેરફારો થઈ ચુક્યા છે. હવે તો ક્રિકેટમાં એવી ચિટિંગ થવા લાગી છે, કે પુછો નહીં. બસ આટલું જાણી લો કે મેદાનમાં રમાતી આ રમતમાં કરોડો અરબોનો દાવ લાગે છે. અને આ રકમ માટે કોઈ પણ ખેલાડીને પોતાનું ધર્મ દાંવ પર લગાવતા વાર નથી લાગતી અને નથી શર્મ આવતી. આજે હાલત એવી છે કે, ક્રિકેટની કોઈ પણ મેચ હોય, તો કેટલાત શબ્દો ચર્ચાતા હોય છે. સફેદ કપડાથી શરૂ થયેલી આ રમત જેવી રીતે રંગીન કપડામાં થઈ, ત્યારથી રોજ વધુ ચમકતી અને ભદકાવ થવા લાગી છે. અને આ બદલાવમાં સટ્ટો પણ ક્રિકેટના મેદાનમાં પ્રવેશ્યો છે. જોત જોતામાં લોકોના મુખેથી સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ જેવા શબ્દો સંભળાવા લાગ્યા. મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગમાં તફાવતઃ 'ફિક્સિંગ' ક્રિકેટ જેવી ઘણા બધી રમતોમાં આ શબ્દનો પ્રયોગ હવે થવા લાગ્યો છે. પણ લોકોને સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ વચ્ચેનો તફાવત ખબર નથી હોતી. સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ સાથે ઘણા ખેલાડીઓના નામ પણ જોડવામાં આવે છે. જેનો ઉલ્લેખ હાલ અમે અહીં જાણી જોઈને નથી કરી રહ્યા. હા, પણ આ બંને શબ્દો એક બીજાથી કેટલા અલગ છે, તેની વાત જરૂરથી કરીશું. શું હોય છે મેચ ફિક્સિંગ? મેચ ફિક્સિંગ એટલે ઘણા બધા બૂકીઓ મળીને કોઈ મેચના રિઝલટ પર તેના શરૂ થવા પહેલાં જ વિજેતા ટીમ નક્કી કરે છે અને તેના પર દાંવ લગાવી દેવાઈ છે. અને નક્કી કરાયેલી ટીમ જીતે એટલી બૂકીનો મોટો ફાયદો થાય છે. ચાલો તમને સમજાવ્યે. ટીમ એ અને ટીમ બી વચ્ચેની મેચમાં કોઈ બૂકી ટીમ એ ને મેચ શરૂ થાય તે પહેલાં જ તેને જીતાડવાનું નક્કી કરી દે છે. અને જ્યારે, મેચ ખત્મ થાય તો ટીમ એ જીતી જાય છે. મતલબ કે બૂકીએ એવું સેટિંગ કર્યું હોય કે તે મેચનું પરિણામ ટીમ એના હકમાં જ આવે. જે માટે તે મેચ સાથે જોડાયેલા તમામ કિરદારોને પ્રભાવિત કરે છે, લાલચ આપીને અથવા કોઈ પણ બીજી રીતે તેના ઈશારે કામ કરવા તૈયાર કરી દે છે, આને મેચ ફિક્સિંગ કહેવામાં આવે. સટ્ટોડિયા અથવા બૂકી નક્કી કરે છે મેચનું પરિણામઃ જે મેચ ફિક્સ હોય તેમાં મોટા ભાગે સટ્ટોડિયા અથવા બૂકી હારનારી ટીમ સાથે સેટિંગ કરી લે છે. તેલોકો ટીમના મજબૂત પ્લેયર અથવા તો કેટલાક પ્લેયર્સ સાથે સેટિંગ કરે છે. જેથી ટીમ નબળૂ રમે અને પરિણામ એ જ આવે જે બૂકી કે સટ્ટોડિયાએ નક્કી કર્યું હોય. સ્પોટ ફિક્સિંગ કેવી રીતે છે અલગઃ સ્પોટ ફિક્સિંગમાં કોઈ ખાસ ભાગને જ ફિક્સ કરવામાં આવે છે. એટલે વાઈડ બોલ, નો બોલ, ચોકો મારવો, છક્કો મારવો, કેચ આઉટ થવું, રન આઉટ થવું વગેરે વગેરે. આમા બૂકી અમૂક ખાસ પ્લેયરને પ્રભાવિત કરે છે. જેથી તે પહેલાંથી નક્કી થયેલી ઓવર અને બોલ પર તેવું જ કરે છે. આ મેચ ફિક્સિંગ કરતા વધુ પ્રચલિત છે. ખેલાડી બને છે બૂકીના હાથની કઠપુતડીઃ સ્પોટ ફિક્સિંગમાં કોઈ પણ ખેલાડી બૂકી કહે એ જ પ્રમાણે મેચના કોઈ પણ ભાગમાં ખાસ કામ કરે છે. એટલે કે એક બોલર પોતાની ઓવરમાં જાણી જોઈને વાઈડ બોલ અથવ નો બોલ ફેંકે, કા તો પછી કોઈ બેટર કોઈ ખાસ ઓવરમાં રન નહીં બનાવે. નહીં તો પછી કેપ્ટન એવો કોઈ નિર્ણય લે જે એકદમ અલગ હોય. IPL અને સ્પોટ ફિક્સિંગનું રિલેશન પ્રથમવાર 2012માં બહાર આવ્યું હતું. જ્યારે, સ્ટિંગ ઓપરેશનમાં 5 ખેલાડીઓએ સ્પોટ ફિક્સિંગની વાત કબૂલી હતી. જ્યારે, ફાસ્ટ બોલર શ્રીસંતનો ટ્રાઉઝરમાં નેપકિન નાખવા વાળો એપિસોડ સૌ કોઈને આજે પણ યાદ છે.