ફેડરરની જેમ છે કોહલી જ્યારે સ્મિથની માનસિક મજબૂતી નડાલ જેવીઃ ડિ વિલિયર્સ
ડિ વિલિર્સનું માનવુ છે કે વિરાટ કોહલી નૈસર્ગિક પ્રતિભાશાળી છે અને તેની આ ખુબી તેને ટેનિસના દિગ્ગજ રોજર ફેડરરની નજીક લઈ જાય છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડિ વિલિયર્સ (AB Devilliers)નુ માનવુ છે કે વિરાટ કોહલી (Virat Kohli)ની નૈસર્ગિક પ્રતિભા તેને ક્રિકેટનો રોજર ફેડરર બનાવે છે જ્યારે સ્ટીવ સ્મિથની માનસિક મજબૂતી રાફેલ નડાલ (Rafael Nadal) સાથે મેળ ખાય છે.
ઝિમ્બાબ્વેના પૂર્વ ફાસ્ટ બોલર પોમી મબાંગ્વાની સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન ડિ વિલિયર્સે બે બેટ્સમેનોને લઈને વાત કરી જે અત્યારે ક્રિકેટમાં સૌથી વધુ દર્શકોને સ્ટેડિયમ સુધી ખેંચવાની ક્ષમતા રાખે છે.
ડિ વિલિયર્સે 'સ્પોર્ટસ હેરિકેન' પર વાતચીત દરમિયાન કહ્યુ, 'તે મુશ્કેલ છે પરંતુ વિરાટ ચોક્કસપણે વધુ નૈસર્ગિક ખેલાડી છે. તેમાં કોઈ શંકા નથી.' તેણે કહ્યુ, 'ટેનિસના સંદર્ભમાં કહુ તો તે (રોજર) ફેડરરની જેમ છે જ્યારે સ્મિથ (રાફેલ) નડાલની જેમ છે. સ્મિથ માનસિક રીતે ખુબ મજબૂત છે અને તેને રન બનાવવાની રીત ખબર છે. તે નૈસર્ગિક ખેલાડી લાગતો નથી પરંતુ ક્રીઝ પર નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.'
આઈસીસીએ પોસ્ટ કરી આઇકોનિક તસવીર, પણ કરી મોટી ભૂલ
ડિ વિલિયર્સે કહ્યુ, મેં જેટલા ખેલાડીઓને જોયા છે તેમાં મારૂ માનવુ છે કે સ્મિથ માનસિક રૂપે સૌથી મજબૂત છે. વિરાટે પણ વિશ્વભરના મેદાનો પર રન બનવ્યા છે અને દબાવમાં મેચ જીતી છે.
ડિ વિલિયર્સનું આ સાથે માનવુ છે કે કોહલી લક્ષ્યનો પીછો કરવાના મામલામાં સચિન તેંડુલકર કરતા થોડો સારો છે. તેણે કહ્યુ, સચિન અમારા બંન્ને (ડિ વિલિયર્સ અને કોહલી) માટે આદર્શ રહ્યા છે. પોતાના જમાનામાં તેણે જે રીતે બેટિંગ કરી, સિદ્ધિઓ મેળવી તેણે તે બધુ કર્યુ જે દરેક માટે શાનદાર ઉદાહરણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube