બેંગલુરૂઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરુદ્ધ ઐતિહાસિક ટેસ્ટનો ભાગ નથી પરંતુ ક્રિકેટ જગતમાં તેના બેટનો અવાજ આજે પણ સંભળાઇ છે. મંગળવારે બીસીસીઆઈના વાર્ષીક પુરસ્કાર સમારોહમાં કોહલી છવાયો જેને સતત બે વર્ષો સુધી સર્વશ્રેષ્ઠ ક્રિકેટર હોવાને કારણે પોલી ઉમરીગર ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતીય કેપ્ટને 2016-2017 અને 2017-2018માં શાનદાર પ્રદર્શન કર્યું. તે હાલમાં આઈપીએલ દરમિયાન થયેલી ગળાની ઈજાની સારવાર કરાવી રહ્યો છે જેના કારણે તે સરે માટે કાઉન્ટી ક્રિકેટમાં રમી શક્યો નથી. કોહલીનો 15 જૂને એનસીએમાં ફિટનેસ ટેસ્ટ થશે. 


કોહલીએ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીના હાથે ટ્રોફી સ્વીકારી. આ અવસરે કોહલીએ કહ્યું કે, આ એવોર્ડનું મહત્વ વધી જાઈ છે કારણ કે, આજે મારી પત્ની અહીં હાજર છે. કોહલીએ કહ્યું કે, ગત વર્ષે પણ મને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 


પુરસ્કાર સમારોહમાં અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ટીમ પણ હાજર હતી જે ગુરૂવારે ભારત વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ રમશે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન પણ ત્યાં હાજર રહ્યો જેણે એમએકે પટૌડી સ્મૃતિ વ્યાખ્યાન આપ્યું. આ અવસરે પૂર્વ અને હાલના ક્રિકેટરો એક સાથે હાજર હતા. 


દિગ્ગજ ક્રિકેટર અંસુમાન ગાયકવાડ અને સુધા શાહને સી કે નાયડૂ લાઇફટાઇમ અચીવમેન્ટ સન્માન આપવામાં આવ્યું. જલજ સક્સેના, પરવેઝ રસૂલ અને કૃણાલ પંડ્યાને સ્થાનિક ક્રિકેટમાં સતત સારા પ્રદર્શન માટે એવોર્ડ મળ્યો. જલન અને રસૂલને રણજી ટ્રોફીમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર અને કૃણાલને વિજય હજારે વનડે ચેમ્પિયનશિપમાં સારા પ્રદર્શન માટે એવોર્ડ મળ્યો. 


કૃણાલ ભારત-એ ટીમ સાથે પ્રવાસ પર ગયો હોવાથી પુરસ્કાર લેવા માટે હાજર ન હતો. આ સિવાય હરમનપ્રીત કૌરને 2016-2017 માટે અને સ્મૃતિ મંધાનાને 22017-2018 માટે સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનું સન્માન આપવામાં આવ્યું હતું.