નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝની સાથે રમાનારી ટી-20 સિરીઝ માટે અમેરિકા રવાના થતાં પહેલા ટીમમાં મતભેદના કોઈપણ પ્રકારના અહેવાલ થી ઇનકાર કર્યો હતો. પરંતુ હવે પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે કોહલી અને રોહિત જો છત પર ચઢીને બરાડા પાડીને પણ કહે કે ટીમમાં અને ખેલાડીઓ વચ્ચે કોઈ મતભેદ નથી તો પણ આ વાત પૂરી થશે નહીં અને ચાલું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાવસ્કરે સ્પોર્ટ્સ સ્ટાર પર પોતાની કોલમમાં લખ્યું, 'વિરાટ અને રોહિત ઈચ્છે તો છત પર ઉભા રહીને બરાડા પાણીને પણ કહે તો આ કહાની પૂરી થશે નહીં. જ્યારે રોહિત સસ્તામાં આઉટ થશે તો કેટલાક લોકો એવા હશે જે કહેશે કે શું રોહિત જાણી જોઈને આઉટ થયો?'


તેમણે કહ્યું, 'જે પણ આવી વાતો ફેલાવી રહ્યાં છે, તે ભારતીય ક્રિકેટના શુભચિંતક નથી, ઘણીવાર એવું હોય છે કે ટીમનો કોઈ પરેશાન ખેલાડી એવી અફવાઓને હવા આપે છે. તેની આ ભાવનાથી ટીમને નુકસાન થાય છે. પછી કેટલાક વહીવટી અધિકારીઓ આવી ખબરોમાં રાજનીતિ પણ કરે છે.'

આખરે તમામ ક્રિકેટરોના ડોપિંગ (NADA) ટેસ્ટ માટે રાજી થયું BCCI

ગાવસ્કરે આ મામલામાં મીડિયાની ભૂમિકા પર પણ પોતાના વિચાર વ્યક્ત કર્યાં છે. પૂર્વ કેપ્ટને કહ્યું, 'મીડિયા માટે આવા સમાચારો જાણે સ્વર્ગ જેવા હોય છે. જ્યારે ક્રિકેટ ચાલે છે તો આવી કહાની શાંત થઈ જાય છે અને બાકીના દિવસોમાં ફરી આવા સમાચાર આવવાના શરૂ થઈ જાય છે.'


તેમણે સાથે કહ્યું, 'વિરાટ અને રોહિત બંન્ને પ્રોફેશનલ ક્રિકેટર છે. બંન્ને મેદાન પર ઉતરશે અને ટીમ ઈન્ડિયાને જીત અપાવવા રમશે. પરંતુ આવી કહાની 20 વર્ષ બાદ પણ રોકાવાની નથી.'