IND vs ENG: મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટક્કર, ભારતીય ખેલાડીઓ કરી રહ્યાં છે તૈયારી
India vs England day night test at motera stadium: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી ડે-નાઇટ ટેસ્ટની શરૂઆત થવાની છે. આ પહેલા બન્ને ટીમો પ્રેક્ટિસ કરી રહી છે.
અમદાવાદઃ ભારતીય ટીમે બુધવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂ થનાર ડે-નાઇટ ટેસ્ટ (Pink ball test) પહેલા મોટેરા સ્ટેડિયમમાં સ્વિંગ લેતા ગુલાબી બોલથી પ્રેક્ટિસ કરી અને કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) એ આ ટ્રેનિંગ સત્રની આગેવાની કરી. ઈંગ્લેન્ડે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ 227 રનથી જીતી અને ભારતે શાનદાર વાપસી કરતા આ સ્ટેડિયમમાં બીજી મેચમાં 317 રનથી જીત હાસિલ કરી જેથી ચાર મેચોની સિરીઝ હજુ 1-1 બરોબર પર છે.
ઘરેલૂ ટીમ એક અન્ય જીત નોંધાવી સિરીઝમાં લીડ લેવા ઈચ્છે છે અને તેને ધ્યાનમાં રાખતા ઘરેલૂ ટીમના ખેલાડીઓએ નવા સરદાર પટેલ સ્ટેડિયમમાં નેટ પર અભ્યાસ કરતા પહેલા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, ફીલ્ડિંગ ડ્રિલ કરી. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1,10,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. કેપ્ટન કોહલી, વાઇસ કે્ટન અજિંક્ય રહાણે, રોહિત શર્મા અને વિકેટકીપર રિષભ પંતે બેટિંગ પ્રેક્ટિસ કરી તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ તડકામાં દોડીને ટ્રેનિંગ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ AUS OPEN: નોવાક જોકોવિચ રેકોર્ડ નવમી વખત ચેમ્પિયન, કબજે કર્યું કરિયરનું 18મું ગ્રાન્ડસ્લેમ
ફાસ્ટ બોલર બુમરાહે ચેપકમાં બીજી મેચમાં આરામ કર્યો અને તે વાપસી માટે તૈયાર છે અને ઈશાંત શર્મા પણ બોલિંગ કરતો જોવા મળ્યો, જે પોતાની 100મી ટેસ્ટની નજીક છે. હાલની સિરીઝની પ્રથમ બે મેચમાં ભલે સ્પિનરોએ સૌથી વધુ વિકેટ ઝડપી હોય, પરંતુ ભારતીય ફાસ્ટ બોલરોએ કોલકત્તામાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલૂ જમીન પર રમાયેલી પાછલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં બધી 20 વિકેટ ઝડપી જીત અપાવી હતી.
સ્પિનરો (આર અશ્વિન, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ) એ પણ બોલિંગ કરી. આ મેચમાં બે સ્પિનરનું રમવાનું નક્કી છે, ભલે ભારત સ્વિંગ કરતા ગુલાબી બોલને ધ્યાનમાં રાખતા ચાઇનામેન બોલર કુલદીપને બહાર રાખી શકે છે.
બીસીસીઆઈએ ટ્રેનિંગ સત્રની નાની વીડિયો ક્લિક જારી કરી જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ડ્રિલ કરતા ખેલાડીઓની તસવીરો લીધી હતી. બન્ને ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખેલાડીઓને નવા સ્ટેડિયમની સુવિધાઓ પસંદ આવી રહી છે, જેમાં ડ્રેસિંગ રૂમ જીમથી જોડાયેલો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ ટેસ્ટ મેચ જોવા પહોંચવાના છે. આજે ગુજરાતના પ્રવાસે આવેલા ગૃહ મંત્રી અમિત શાહે સ્ટેડિયમની મુલાકાત પણ લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube