જયપુર: આઈપીએલ 11ની જયપુર ખાતે રમાયેલી મેચમાં 2 વાર ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટરાઈડર્સે બુધવારે રાજસ્થાન રોયલ્સને ઘરઆંગણે 7 વિકેટથી હરાવી દીધુ. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાનની ટીમે 8 વિકેટ પર 160 રન બનાવ્યાં. દિનેશ કાર્તિકના નેતૃત્વવાળી કોલકાતાએ 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવીને 7 બોલ બાકી હતા ત્યારે જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલની 11ની સીઝનમાં કોલકાતાએ 5 મેચોમાં 3જી જીત મેળવી છે. જ્યારે રાજસ્થાને ચોથી મેચમાં બીજીવાર હારનો સામનો કરવો પડ્યો. કોલકાતાના કેપ્ટન કાર્તિકે બેન લોફલિનના બોલ પર વિજયી સિક્સર ફટકારી. કાર્તિકે 23 બોલ પર 42 રન બનાવ્યાં. નીતિશ રાણાએ તેમનો બરાબર સાથ આપ્યો. તે પણ અણનમ રહ્યો. મેન ઓફ ધી મેચ રહેલા નીતિુશે 27 બોલ પ ર 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. કાર્તિક અને નીતિશે ચોથી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી.


ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા રોબિન ઉથ્થપ્પાએ 48 રન કર્યાં. ક્રિસ લીન શૂન્ય રને આઉટ થયો. સુનીલ નરેને 35 રન કર્યાં હતાં. આ અગાઉ કોલકાતા નાઈટરાઈડર્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનના ઓપનર ડાસી શોર્ટે 44 રન કર્યાં જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ 19 બોલ પર 36 રન કર્યાં. વિકેટકિપર બોલર જોસ બટલર 24 રન કરીને અણનમ રહ્યો હતો. કેપ્ટન રહાણે અને શોર્ટે પહેલી વિકેટ માટે 6.5 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હતી.