નવી દિલ્હીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ ટીમોમાંથી એક છે. અત્યાર સુધી કોલકત્તાએ ગૌતમ ગંભીરની આગેવાનીમાં બે વખત આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી છે. ગત સિઝનમાં દિનેશ કાર્તિકની આગેવાનીમાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઇનલમાં પહોંચવામાં અસફળ રહી હતી. ગત સિઝનના પ્રદર્શનને ભૂલીને ટીમ આ સિઝનમાં આગળ વધવા પ્રયત્ન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ રોસ્ટરઃ
દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, પીયૂષ ચાવલા, પ્રસિદ્ધ કૃષ્ણા, શિવમ માવી, કુલદીપ યાદવ, નીતિશ રાણા, કમલેશ નાગરકોટી, રિંકુ સિંહ, નિખિલ નાઇક, પૃથ્વી રાજ યાર્રા, શ્રીકાંત મુંડે, ક્રિસ લિન, સુનીલ નરેન, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, લોકી ફર્ગ્યુસન, એનરિચ નોર્ચ, બૈરી ગર્ની, જો ડેનલી. 


ટીમ માલિકઃ શાહરૂખ ખાન, જૂહી ચાવલા અને જય મેહતા


કેકેઆર ટીમનું સંપૂર્ણ વિશ્લેષણ

ટીમની તાકાતઃ ટીમની તાકાત તેની આક્રમક બેટિંગ છે. ક્રિસ લિન, આંદ્રે રસેલ અને રોબિન ઉથપ્પા જેવા વિસ્ફોટક બેટ્સમેનો બોલને સીધો મેદાનની બહાર મોકલી શકે છે. જે પ્રકારે તેનો બેટિંગ ક્રમ છે, કોઈપણ લક્ષ્ય તેની વિરુદ્ધ સરળ નહીં હોય. આ સિઝનમાં જો કોઈપણ હાર્ડ હિટર ટીમનો ઉલ્લેખ કરવામાં આવે તો કેકેઆરનું નામ સૌથી પહેલા લેવામાં આવશે. 


ટીમની નબળાઈઃ ટીમની નબળાઈ તેની બોલિંગમાં જોવા મળે છે. કેકેઆર પાસે પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ અને સુનીલ નરેનના રૂપમાં સારા સ્પિન બોલરો તો છે પરંતુ કોઈ મુખ્ય ફાસ્ટ બોલર નથી. પરંતુ ટીમે આ વર્ષે લોકી ફર્ગ્યુસનને સામેલ કર્યો છે. 


ટીમની પાસે તકઃ ટીમમાં શુભમન ગિલ અને નીતિશ રાણાએ ગત સિઝનમાં પ્રભાવિત કર્યાં હતા. શુભમન ગિલની પાસે પોતાની શાનદાર પ્રદર્શનથી ભારતીય પસંદગીકારોને પ્રભાવિત કરવાની સારી તક હશે. ગત સિઝનમાં ગિલે નિચલા ક્રમમાં બેટિંગ કરી હતી. હવે જોવાનું રહેશે કે કેપ્ટન કાર્તિક તેને ઉપરના ક્રમે તક આપે છે કે નહીં. 


ટીમ માટે ખતરોઃ ટીમનો સ્ટાર ખેલાડી ક્રિસ લિનની ફિટનેસ અને ફોર્મ ટીમ માટે ખતરો સાબિત થઈ શકે છે. 


કેકેઆરની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
દિનેશ કાર્તિક (કેપ્ટન), રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, સુનીલ નરેન, પીયૂષ ચાવલા, શુભમન ગિલ, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, આંદ્રે રસેલ, લોકી ફર્ગ્યુસન અને કુલદીપ યાદવ. 


કોલકત્તાનો કાર્યક્રમ આ પ્રકારે છે
1. કોલકત્તા vs સનરાઇઝર્સ હૈદરાબાદ (24 માર્ચ, સાંજે 4 કલાકે, કોલકત્તા)


2.  કોલકત્તા vs કિંગ્સ ઇલેવન પંજાબ (27 માર્ચ, રાત્રે 8 કલાકે, કોલકત્તા)


3.  કોલકત્તા vs દિલ્હી કેપિટલ્સ (30 માર્ચ, રાત્રે 8 કલાકે, દિલ્હી)


4.  કોલકત્તા vs રોયલ ચેલેન્જર બેંગલુરૂ (5 એપ્રિલ રાત્રે 8 કલાકે, બેંગલોર)