IPL 2022 KKR vs PBKS: રસેલના તોફાનમાં ઉડી પંજાબ, કોલકાતાની 6 વિકેટથી ધમાકેદાર જીત
IPL 2022 KKR vs PBKS: પંજાબ કિંગ્સ આંદ્ર રસેલના તોફાન સામે ટકી શકી નહીં. કોલકાતા નાઈટ રાઈડર્સની સામે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.
નવી દિલ્હી: બેંગ્લોર સામે હાર બાદ ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડરની ગાડી ઇન્ડિયન પ્રીમિયર લિગના 15 માં સીઝનમાં વાપસી કરી ચુકી છે. પંજાબ સામે કોલકાતાએ 6 વિકેટ સાથે જીત નોંધાવી છે. કોલકાતા માટે આ મેચનો હીરો આંદ્ર રસેલ અને ઉમેશ યાદવ રહ્યા. આંદ્ર રસેલની ખરાબ બોલિંગના કારણે કોલકાતાએ RCB સામે પોતાની મેચ ગુમાવી હતી. તણે નાબાદ 70 રનની તોફાની બેટિંગ કરી કોલકાતાને ત્રીજી મેચમાં બીજી જીત અપાવી છે. તેણે પોતાની ફિફ્ટી 27 બોલમાં પુરી કરી.
પંજાબની ખરાબ શરૂઆત
પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી. કોલકાતાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પહેલી ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન મયંક અગ્રવાલની વિકેટ ઝડપી ફરી એકવાર પાવરપ્લેમાં શાનદાર શરૂઆત કરી હતી. જો કે, પહેલી વિકેટ બાદ પંજાબની ઇનિંગ ભાનુકા રાજપક્ષે અને શિખર ધવને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભાનુકા રાજપક્ષની વધારે પડતી આક્રમતાએ તેને માત્ર 9 બોલ જ વિકેટ પર ટકવા દીધો.
પ્રથમ વખત ખોટો સાબિત થયો ધોનીનો નિર્ણય! આ ખેલાડી બન્યો CSK ની હારનો સૌથી મોટો જવાબદાર
ભાનુકાએ દેખાડી તાકાત
શ્રીલંકન વિકેટકીપર બેટ્સમેન ભાનુકા રાજપક્ષે માત્ર 9 બોલ રમ્યા અને 3 ચોકા અને 3 છક્કા સાથે 31 રન ફટકાર્યા. ચોથી ઓવરમાં તે પણ આઉટ થઈ ગયો. આ વિકેટ બાદ પંજાબના બેટ્સમેન લાંબી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા અને એક પછી એક વિકેટ પડવા લાગી. કોલકાતા માટે ઉમેશ યાદવે 4 ઓવરમાં 1 મેડન સાથે 23 રન આપી 4 વિકેટ પોતાના નામે કરી. પંજાબ માટે વાપસી કરી રહેલા કૈગિસો રબાડાએ બેટથી 4 ચોકા અને 1 છક્કા સાથે 25 રન બનાવી પંજાબનો સ્કોર સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો.
પતિ-પત્ની ભૂલથી પણ ના કરવું જોઇએ એક થાળીમાં ભોજન! ભીષ્મ પિતામહે જણાવ્યું હતું તેનું રાઝ
રબાડાની પંજાબ માટે શાનદાર શરૂઆત
બેટિંગ બાદ બોલિંગથી પણ કૈગિસો રબાડાએ શાનદાર શરૂઆત કરી. તેણે તેની પહેલી ઓવરમાં અજિંક્ય રહાણેને ઓડિયન સ્મિથના હાથે કેચ આઉટ કરાવી કોલકાતાની પહેલી વિકેટ ઝડપી. ત્યારબાદ લેગ સ્પિન રાહુલ ચહરને પણ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી કોલકાતાને પણ બેકફૂટ ધકેલ્યા. રાહુલે તેની પહેલી ઓવરમાં આક્રમક બેટિંગ કરી રહેલા શ્રેયસ અય્યરને 26 રન પર અને નીતિશ રાણાને પહેલા જ બોલ પર આઉટ કર્યો અને કોલકાતાનો સ્કોર 7 ઓવરમાં 4 વિકેટ પર 51 રન હતો.
The Kashmir Files ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની મોટી જાહેરાત, નહીં કરી શકો વિશ્વાસ
આંદ્ર રસેલની તોફાનમાં ઉડી પંજાબ ટીમ
કોલકાતાની 4 વિકેટ પડ્યા બાદ આંદ્ર રસેલે તેની તોફાની બેટિંગથી કોલકાતાની ઇનિંગ સંભાળતા જીત તરફ અગ્રેસર કરી. તેણે તેમના દેશબંધુ ઓડિયન સ્મિથની એક ઓવરમાં ત્રણ છક્કા અને એક ચોક્કા ફટકારી 24 રન (1 વાઈડ) બનાવ્યા અને દબાણ સંપૂર્ણ રીતે પંજાબ તરફ ફેરવ્યું છે. ઓડિયન સ્મિથે આ ઓવરમાં કુલ 30 રન આપ્યા જેના કારણે મેચનું વલણ સંપૂર્ણ રીતે કોલકાતા તરફ જોવા મળી રહ્યું હતું. આંદ્ર રસેલે 31 બોલમાં નાબાદ 70 રનની ઇનિંગ રમી.
રશિયન વિદેશ મંત્રીની પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત, જાણો પીએમએ યુદ્ધ વિશે તેમને શું કહ્યું
તેણે તેની ફાસ્ટ ઇનિંગમાં 2 ચોક્કા અને 8 છક્કા ફટકાર્યા. આંદ્ર રસેલે કોલકાતાને સતત 2 છક્કા ફટાકારી જીત આપવી. સાથે જ તેણે સેમ બિલિંગ્સ (24) સાથે મળીને 90 રનની ભાગીદારી કરી.
કોલકાતાને તેમની આગામી મેચ 6 એપ્રિલે મુંબઇ સામે પુણેમાં રમવાની છે. ત્યારે પંજાબ તેમની આગામી મેચ રવિવારના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ચેન્નાઈ સામે રમશે. ઉમેશ યાદવે આ મેચમાં 4 વિકેટ પોતાના નામે કરી પર્પલ કેપ પોતાના નામે કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube