India vs Australia Test Match: ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસ ગુરુવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. મુખ્ય કોચ એન્ડ્રયૂ મેક ડોલાન્ડે મંગળવારે તેની પુષ્ટિ કરી. 19 વર્ષીય બેટ્સમેનને નાથન મેકસ્વીનીના સ્થાન પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સીરિઝ પહેલા ત્રણ ટેસ્ટ મેચોમાં મેકસ્વીની ઓપનિંગ કરતા ફેલ રહ્યા હતા. આ કારણે તેમણે ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1-1ની બરાબરી પર સિરીઝ
બોર્ડર ગાવસ્કર ટ્રોફી હાલ 1-1ની બરાબરી પર છે. પર્થમાં ભારતે પહેલી ટેસ્ટ મેચ જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતા એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ જીતી લીધી. બ્રેસ્બેનમાં ત્રીજી ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રો થઈ ગઈ હતી. મેકડોનાલ્ડે એમસીજીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, આ સમયે તે પોતાની રમતમાં સારી સ્થિતિમાં છે, એટલા માટે તે બોક્સિંગ ડેમાં રમશે.


ઓસ્ટ્રેલિયાના કોચે શું આપ્યું નિવેદન?
મેકડોનાલ્ડે કહ્યું, તેમણે (કોન્સ્ટાસ) જે દેખાડ્યું છે તે છે.. ખુબસુરત શોટ્સ અને વિપક્ષ પર દબાણ વધારવાની ક્ષમતા. તેમણે મોકો મળ્યો છે અને અમે તેના માટે વાસ્તવમાં ઉત્સાહિત છીએ. મેકડોનાલ્ડે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટ્રેવિસ હેડ ક્વોડની સમસ્યાનો સામનો કરવા છતાં બેટિંગ કરવા માટે ફિટ રહેશે. ઓલરાઉન્ડર મિચેલ માર્શ બોલિંગ માટે ઉપલબ્ધ રહેશે. કોચે કહ્યું કે કેપ્ટન પેટ કમિન્સ બુધવારે મેચ માટે બાકીના ઓસ્ટ્રેલિયન લાઇન-અપની જાહેરાત કરશે.


ભારત વિરુદ્ધ ફટકારી હતી સદી
સેમ કોન્સ્ટાસે હાલમાં ભારત વિરુદ્ધ વોર્મ અપ મેચમાં સદી ફટકારી હતી. તેમણે કેનબરામાં 1 ડિસેમ્બરે પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન માટે 97 બોલ પર 107 રનની ઈનિંગ રમી હતી. તે ફર્સ્ટ ક્લાસમાં 11 મેચ રમી ચૂક્યા છે. તે દરમિયાન તેમણે 42.2ની એવરેજથી 718 રન બનાવ્યા હતા. તેમનો હાઈએસ્ટ સ્કોર 152 રન છે. કોન્સ્ટાસે 2 સદી અને 3 અડધીસદી ફટકારી છે.


મેલબોર્ન ટેસ્ટ માટે બંને ટીમો


ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટમાં), ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, જ્યે રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, તનુષ કોટિયાન, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.