Korea Masters: શ્રીકાંતને પ્રથમ રાઉન્ડમાં નંબર-2ને હરાવ્યો, સમીર પણ બીજા રાઉન્ડમાં
Badminton: શ્રીકાંત, સમીરે કોરિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે સૌરભ વર્માએ પરાજયનો સામનો કરવો પડ્યો છે.
ગ્વાંગઝૂ (દક્ષિણ કોરિયા): ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત અને સમીર વર્માએ બુધવારે કોરિયા માસ્ટર્સ (Korea Masters)ના પુરૂષ સિંગલ વર્ગના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. શ્રીકાંતે શાનદાર પ્રદર્શન કરતા હોંગકોંગના વાંગ વિંગ કી વિન્સેન્ટને પ્રથમ રાઉન્ડમાં 21-18, 21-17થી પરાજય આપ્યો હતો.
37 મિનિટમાં જીત્યો શ્રીકાંત
ગ્વાંગ્ઝૂ વુમેન્ટ યૂનિવર્સિટી સ્ડેયિમમાં રમાયેલી આ મેચ કુલ 37 મિનિટ સુધી ચાલી હતી. વિન્સેન્ટ વિરુદ્ધ ભારતીય ખેલાડીની આ 11મી જીત છે. શ્રીકાંતે વિન્સેન્ટ વિરુદ્ધ માત્ર ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. બીજા રાઉન્ડમાં શ્રીકાંતનો સામનો જાપાનના કાન્ટા ટ્સૂનેયામા સામે થશે.
વિરોધી ઈજાગ્રસ્ત થતાં સમીર જીત્યો
પુરૂષ સિંગલ વર્ગમાં સમીર વર્મા પણ બીજા રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહ્યો છે. સમીરે પ્રથમ રાઉન્ડમાં જાપાનના કાજૂમાસા સાકાઈનો સામનો કર્યો હતો. જાપાની ખેલાડીએ પ્રથમ ગેમમાં ઈજાને કારણે રિટાયર થવું પડ્યું અને સમીરને જીત મળી ગઈ હતી. સાકાઈ રિટાયર થયો તે સમયે સમીર ગેમમાં 11-8થી આગળ ચાલી રહ્યો હતો.
ટક્કર આપી હાર્યો વર્મા
ભારતના સૌરભ વર્માને નિરાશા હાથ લાગી છે. કિમ ડોંગહુને વર્માને ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં 13-21, 21-12, 21-13થી પરાજય આપ્યો હતો. આ મેચ 52 મિનિટ સુધી ચાલી હતી. બીજા રાઉન્ડમાં કિમનો સામનો સમીર સામે થશે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube