ગ્વાંગ્ઝૂ (દક્ષિણ કોરિયા): ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત (Kidambi Srikanth) અને સમીર વર્મા (Sameer Verma) કોરિયા માસ્ટર્સ (Korea Masters)ના પુરૂષ સિંગલ વર્ગમાં પોત-પોતાનો મુકાબલો હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ગુરૂવારે પ્રથમવાર શ્રીકાંત વિરુદ્ધ રમી રહેલા જાપાનના કાન્તા સુનેયામાએ ગ્વાંગ્ઝૂ વુમેન્સ યૂનિવર્સિટી સ્ટેડિયમમાં છઠ્ઠી સીડ શ્રીકાંતને 37 મિનિટમાં 21-14, 21-19થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનેયામાએ પ્રથમ ગેમ આસાનીથી પોતાના નામે કરી હતી. આ ગેમમાં એક સમયે તેણે સતત છ પોઈન્ટ લઈને શ્રીકાંત વિરુદ્ધ મહત્વની લીડ મેળવી લીધી હતી. બીજી ગેમમાં પણ શ્રીકાંત સુનેયામાને ટક્કર આપવામાં નિષ્ફળ રહ્યો અને સુનેયામાને ચાર પોઈન્ટની લીડ આપી દીધી હતી. ત્યારબાદ તેની વાપસીના તમામ પ્રયત્ન નિષ્ફળ રહ્યાં અને બીજો સેટ તેણે 2 પોઈન્ટના અંતરથી ગુમાવી દીધો હતો. 


પ્રથમ રાઉન્ડમાં 37 મિનિટમાં જીત્યો હતો મુકાબલો
પ્રથમ રાઉન્ડની મેચમાં છઠ્ઠી સીડ શ્રીકાંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હોંગકોંગના વાંગ વિંગની વિન્સેન્ટને સીધી ગેમમાં  21-18, 21-17 થી પરાજય આપ્યો હતો. આ મેચ કુલ 37 મિનિટ સુધી ચાલી હતી. વિન્સેન્ટ વિરુદ્ધ ભારતીય ખેલાડીનો આ 11મો વિજય હતો. 


IND vs BAN: ઈડન ગાર્ડનમાં પિંક બોલ ટેસ્ટ, જાણો 10 મોટી વાતો 


સમીર ન આપી શક્યો ટક્કર
સમીરને દક્ષિણ કોરિયાના કિમ ડોંગુને 21-19, 21-12થી પરાજય આપ્યો હતો. સમીર આ મુકાબલો 39 મિનિટમાં હારી ગયો હતો. સમીરે મેચમાં સારી શરૂઆત કરી પરંતુ અંતમાં ગેમ કિમના નામે રહી હતી. બીજી ગેમમાં સમીર 8 પોઈન્ટના અંતરથી ગેમ ગુમાવી દીધી હતી. શ્રીકાંત અને સમીરના પરાજયની સાથે ટૂર્નામેન્ટમાં ભારતીય પડકાર સમાપ્ત થઈ ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube