સિયોલઃ ભારતની અગ્રણી મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ગુરૂવારે કોરિયા ઓપન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સાઇનાએ મહિલા સિંગલ વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ ગા ઉનને પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ નંબર-10 સાઇનાએ 36 મિનિટ સુધી ચાલેલા આ મેચમાં વર્લ્ડ નંબર-78 કિમને સીધી ગેમમાં 21-18, 21-18થી હરાવીને અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે. પહેલા ગેમમાં સાઇનાએ આસાનીથી કિમ પર પોતાનો દબદબો બનાવતા 16-13ની લીડ મેળવી લીધી હતી. પરંતુ દક્ષિણ કોરિયાની ખેલાડીએ પોઈન્ટ મેળવતા ભારતીય ખેલાડી વિરુદ્ધ પોતાનો સ્કોર 18-20 કરી લીધો હતો. 


લંડન ઓલંમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ ગેમ પોઈન્ટ હાસિલ કરતા પ્રથમ ગેમ કિમ વિરુદ્ધ 21-18થી પોતાની નામે કરી લીધી હતી. બીજી ગેમમાં કિમે ગેમ્સમાં પોતાની વાપસી કરી અને સાઇનાને 9-5થી પાછળ કરી, પરંતુ હાર ન માનનારી ભારતીય ખેલાડીએ 13-13થી સ્કોર બરાબર કરી લીધો હતો. 



સ્કોર બરાબર થયા બાદ સાઇનાએ ગેમ્સમાં વાપસી કરી અને કિમને પછાળતા બીજી ગેમ 21-18થી પોતાના નામે કરીને ક્વાર્ટરમાં પ્રવેશ કરી લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સાઇનાનો સામનો જાપાનની નોજોમી ઓકુહારા કે હોંગકોંગની યિપ પુઈ યિનમાંથી કોઈ એક ખેલાડી સામે થશે.